અજય દેવગનની ફિલ્મમાં રિતિક રોશન વિલનનો રોલ કરી શકે

લોગવિચાર :

બોલિવૂડમાં આજકાલ ફિલ્મોની સિક્વલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સ્ત્રી હોય, ભૂલ ભુલૈયા હોય કે પુષ્પા, હવે ફિલ્મ નિર્માતાઓ સિક્વલ તરફ વળ્યાં છે. આ દરમિયાન એવાં સમાચાર છે કે અજય દેવગન તાનાજી પછી તેવાં જ ઐતિહાસિક હીરો પર વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં રિતિક રોશન વિલનની ભૂમિકા ભજવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય ભારતનાં આવાં ઐતિહાસિક નાયકો પર ફિલ્મો બનાવવાનું વિચારી રહ્યાં છે જેની સામાન્ય રીતે ચર્ચા થતી નથી.

અજય અને ડિરેક્ટર ઓમ રાઉત વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે. અહેવાલો જણાવે છે કે અજય અને તેની ટીમે પહેલાં મરાઠા જનરલ બાજી પ્રભુ દેશપાંડેની વાર્તા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું હતું.

જો કે, 2022 ની મરાઠી ફિલ્મ પવનખીંડ પણ આવાં જ વિષય પર હતી, જેનાં કારણે હવે નિર્માતાઓ તેનાં પર અલગ દ્રષ્ટિકોણથી કામ કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, મરાઠા હીરોની વાર્તા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ ફિલ્મ માટે રિસર્ચ અને ગ્રાઉન્ડવર્ક પૂરું થઈ ગયું છે. જ્યારે અજય દેવગન એવું ઈચ્છે છે. આ ફિલ્મમાં રિતિક વિલનની ભૂમિકા ભજવે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજયનું માનવું છે કે રિતિક રોશનની સ્ક્રીન પ્રેઝન્સ અને કરિશ્મા સારી છે અને તે વિલનની ભૂમિકામાં સારી રીતે ભજવી શકશે.

આ સિવાય અભિનેતા શરદ કેલકર, જેમને તાનાજીમાં શિવાજીની ભૂમિકા માટે ઘણો પ્રેમ મળ્યો હતો તે આ ફિલ્મમાં અજય સાથે જોવા મળી શકે છે.