મને સિંગલ રહેવું ગમે છે કારણ કે હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું

લોગવિચાર :

વર્ષો પહેલા ‘મર્ડર’ ફિલ્મમાં લોકોનું ધ્યાન ખેંચનાર મલ્લીકા શેરાવત હાલ ફિલ્મોમાં નથી જોવા મળતી. પોતાની બોલ્ડ ઈમેજ અને નિવેદનોને લઈને સમાચારોમાં રહેતી એકટ્રેસ મલ્લીકા શેરાવતે હાલમાં જ પોતાની અંગત જિંદગીના બારામાં વાત કરી હતી.

અપરિણીત મલ્લીકાએ જણાવ્યું હતું કે, મારા સિંગલ રહેવાના બારામાં મને એ બાબત પસંદ છે કે જયાં મન થયું, ચાલ્યા ગયા. સિંગલ રહેવાથી આપને એક અલગ આઝાદીનો અહેસાસ થાય છે, જયારે રિલેશનશીપની વાત કરીએ તો તેમાં આપને સિલેકિટવ થવું પડે છે.

મલ્લીકાએ પોતાની ફિલ્મ ‘વેલકમ’ના કો-સ્ટોર નાના પાટેકર અને અનિલ કપુરની પણ પ્રસંશા કરી અને કહ્યું હતું કે, બન્નેની સાથે કામ કરવામાં ઘણી મજા આવી હતી.

મલ્લીકા શેરાવતે જણાવ્યું હતું કે, મને ‘વેલકમ’ના શૂટીંગમાં ઘણી મજા આવી હતી. અનિલ અને નાના મારા માટે ખરેખર લડી રહ્યા હતા! તેઓ મારૂ એટેન્શન લેવાની કોશિશ કરી રહ્યા હતા, વિચારો, મને ખુદ માટે કેટલું ખાસ ફીલ થયું હશે તે બન્ને કમાલના માણસો છે અને એકટર તરીકે તેમનામાં શાનદાર ઉર્જા છે.