લોગવિચાર :
પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની પાકિસ્તાનમાં હિટ ગયેલી ફિલ્મ ‘ધ લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ની ભારતમાં બીજી ઓક્ટોબરે થનારી રીલીઝને લઇને વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએલએસ) દ્વારા એની રીલીઝનો વિરોધ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનમાં 2022માં રીલીઝ થયેલી ફવાદ ખાનની ફિલ્મ ‘ધ લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ ત્યાંના થિયેટરોમાં હિટ સાબિત થઇ હતી. હવે એ ફિલ્મ ભારતમાં રીલીઝ થવાની છે. જેનો એમએનએસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
એમએનએસનું કહેવું છે કે, એ મહારાષ્ટ્રમાં ફિલ્મને રીલીઝ નહીં થવા દે. રાજ ઠાકરેએ આ બાબતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. ‘પાકિસ્તાની કલાકારોની ફિલ્મ ભારતમાં કેમ રીલીઝ કરવા દેવાય છે? આર્ટને કોઇ બાઉન્ડરી નથી હોતી એ બીજા બધાની સાથે ઠીક છે, પણ પાકિસ્તાનની બાબતમાં આ જરાય ન ચલાવી શકાય.
હિન્દુસ્તાનનો દ્વેષ એ એક જ મુદ્ો છે જે દેશનું લક્ષ્ય છે એ દેશના કલાકારોને અહીં લાવીને નચાવવા, તેમની ફિલ્મો રીલીઝ કરવી આ બધું શું ચાલી રહ્યું છે? મહારાષ્ટ્ર છોડો, દેશમાં કોઇ પણ જગ્યાએ ફિલ્મ રીલીઝ ન થવા દેવી જોઇએ.
એથી સમયસર પગલાં લો અને એ રીલીઝ વખતે એને થિયેટર આપવું કે નહીં એ બાબતે વિચાર કરતાં થિયેટર માલિકોએ જો પાકિસ્તાની ફિલ્મો માટે આપણઆ દેશમાં લાલ જાજમ પાથરી તો એ ઔદાર્ય આગળ જતાં મોંઘુ પડશે.
એ ભૂલતા નહીં. કોઇ પણ પાકિસ્તાની ફિલ્મ માટે મહારાષ્ટ્રમાં સંઘર્ષ થાય એવું હું ઇચ્છતો નથી અને સરકાર એ બાબતે ધ્યાન આપશે એવી મને ખાતરી છે. આ ફિલ્મ જ્યારે રીલીઝ થવાની છે ત્યારે દેશમાં નવરાત્રિ ચાલતી હશે. એથી એવા સમયે મહારાષ્ટ્રમાં કોઇ સંઘર્ષ થાય તેવી મારી કોઇ ઇચ્છા નથી.’