લોગવિચાર :
હાલ ઈઝરાયલ અને ઈરાન યુધ્ધે ચડયા છે. બંને વચ્ચે જો આ યુધ્ધ ચાલુ રહે તો ભારત પર તેની અસર થયા વગર રહે નહીં કારણ કે ભારત બીજુ સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર છે.
ભારત એશિયામાં ઈઝરાયલનુ બીજુ મોટુ વ્યાપારિક ભાગીદાર છે. ભારત દ્વારા પશ્ર્ચિમ એશિયાઈ દેશોને નિકાસ કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં બાસમતી, કપડા, રત્ન-આભૂષણ, સૂતરના દોરા અને કપડા સામેલ છે. જો કે દ્વિપક્ષીય વ્યાપારમાં મુખ્યત્વે હીરા, પેટ્રોલીયમ ઉત્પાદનો અને રસાયણોનું વર્ચસ્વ છે.
ઈઝરાયલ સાથે વ્યાપાર: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમ્યાન ઈઝરાયલને ભારતના નિકાસ 639 મિલિયન અમેરિકી ડોલર રહી હતી. 2023-24માં તે 4.52 અબજ અમેરિકી ડોલર હતી. આ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના દરમ્યાન ઈઝરાયલથી આયાત 469.44 મિલિયન અમેરિકી ડોલર હતી. 2023-24માં તે બે અબજ અમેરિકી ડોલર હતી.
ઈરાન સાથે વ્યાપાર: ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમ્યાન ઈરાનને ભારતની નિકાસ 538.57 મિલિયન અમેરિકી ડોલર રહી. 2023-24માં આ 1.22 અબજ અમેરિકી ડોલર હતી. આ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિના દરમ્યાન ઈરાનથી આયાત 140.69 મિલિયન અમેરિકી ડોલર હતી. 2023-24માં તે 625.14 મિલિયન ડોલર હતી.
ક્રુડ ઓઈલના ભાવમાં ચાર ટકાનો ઉછાળો: ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડ 74.50 ડોલર પ્રતિ બેરલનો કારોબાર રહ્યો છે જયારે બીજી બાજુ અમેરિકી ક્રુડ ઓઈલની કિંમતોમાં પણ ચાર ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.
રીપોર્ટ મુજબ ઓપેક પ્લસની મીટીંગમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનને સીમીત રાખવ પર ફેંસલો થાય છે તે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.
ક્રુડ ઓઈલના ભાવમાં 7 ડોલર સુધીનો ઉછાળો સંભવ: એક અનુમાન મુજબ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાગવા પર ક્રુડ ઓઈલ 7 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ શકે છે.
જયારે ઈરાનના ઉર્જા પ્રતિષ્ઠાનો પર ઈઝરાયલ હુમલો કરે છે તો ક્રુડ ઓઈલ 13 ડોલર પ્રતિ બેરલ સુધી મોંઘુ થઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ તેર્મુઝથી પુરવઠો બાધિત થવા પર ક્રુડ ઓઈલ 13 થી 28 ડોલર પ્રતિ બેરલ મોંઘુ થઈ શકે છે.
એકતરફી યુધ્ધ નહીં હોય, એકબીજાને ભારે પડી શકે છે બન્ને દેશોની સેનાઓ
નવીદિલ્હી: ઈઝરાયલ, ગાઝા, લેબેનોન અને ઈરાન એકસાથે જંગમાં છે. ઈરાન અને લેબેનોન વચ્ચે હવાઈ અંતર 1700 કિલોમીટર છે. લંડન ઈન્સ્ટિટયુટ ફોર ઈન્ટરનેશનલ સ્ટ્રેટેનિક સ્ટડીઝના રક્ષા વિશેષજ્ઞ ફાબિયાન હિંજના અનુસાર ઈઝરાયલ-ઈરાન યુધ્ધ એકતરફી નહી હોય, ઈરાને આધુનિક મિસાઈલોથી જેવી રીતે હુમલા કર્યા છે તો તે તેની તાકાતનો સંકેત છે. સંભવ છે કે યુધ્ધની હાલતમાં ઈરાન ઈઝરાયલને મોટી ટકકર આપે.
આખરે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે કેમ બગડયા સંબંધો?
હાલમાં ઈરાન અને ઈઝરાયલ એકબીજાના જાની દુશ્મન બન્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધોની શરૂઆત વર્ષ 1948માં થઈ હતી. 1948માં દુનિયાના નકશામાં ઈઝરાયલ નામના દેશનો જન્મ થયો હતો. તેને માન્યતા આપનારા બહુમતી મુસ્લીમ દેશ તુર્કી પછી ઈરાન હતો. તે વખતે ઈરાનમાં પહલવી રાજવંશનુ શાસન હતુ.
આ પહેલવી રાજવંશ અમેરિકાનુ સમર્થક હતુ. જયારે અમેરિકા ઈઝરાયલનુ સમર્થક હતુ. બંને દેશોના સંબંધોમાં ખટાશ ત્યારે પેદા થઈ જયારે 1979માં ઈરાનમાં ઈસ્લામીક ક્રાંતિ થઈ હતી. નવી ઈરાની સતા અમેરિકાને મહાન શેતાન અને ઈઝરાયલને નાના શેતાનની ઉપમા આપી હતી. ઈસ્લામીક ક્રાંતિ બાદ ઈરાને ઈઝરાયલ સાથે બધા સંબંધ તોડી નાખેલ. નાગરિકો યાત્રા નહોતા કરી શકતા.
ઈઝરાયેલની સેનાના નિશાના પર ઈરાની તેલ ભંડાર
જી 7 દેશોએ કહ્યું રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય: સંઘર્ષ કોઈનાં હિતમાં નથી : ઘણાં દેશોએ તેમની ફ્લાઇટના રૂટ બદલ્યાં
મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયેલ ટૂંક સમયમાં ઈરાન સામે મોટી કાર્યવાહી કરી શકે છે. તે તેનાં તેલનાં ભંડારને નિશાન બનાવશે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં ઈઝરાયેલના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈરાનના અન્ય સ્થળો પણ ઈઝરાયેલના નિશાન પર હશે. એવાં દાવા કરવામાં આવ્યાં હતાં કે ટાર્ગેટેડ કિલિંગ અને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી શકાય છે. મધ્ય પૂર્વના નિષ્ણાત બરાક રવિદે કહ્યું કે, ઈરાન ક્યારેય મધ્ય પૂર્વમાં યુદ્ધની આટલી નજીક આવ્યું નથી.
મોસાદના મુખ્યમથક અને હવાઈ મથકને નિશાન બનાવવામાં આવ્યાં
ઈરાની મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે ઈરાની મિસાઈલ હુમલામાં ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ અને એક એરબેઝ જ્યાં 35 ફાઈટર પ્લેન હતાં તેને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. સૈન્ય અધિકારી મોહમ્મદ બધેરીએ જણાવ્યું હતું કે હુમલામાં હાઇપરસોનિક ફતહ મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઈઝરાયેલ, ઈરાન યુદ્ધ લાંબું ચાલશે
ઈરાનના ઈઝરાયેલ પરનાં મિસાઈલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ આગળ વધી શકે છે. નિષ્ણાતોના મતે, વિશ્વ આ સંઘર્ષને મોટાં યુદ્ધમાં ફેરવાય નહીં તે માટે પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ, સંજોગો જોતાં, તે સ્પષ્ટ છે કે મોટાં યુદ્ધને ટાળી શકાય છે, પરંતુ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે.
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાજેન્દ્ર સિંહ અનુસાર, ઇઝરાયેલ પર આંતરિક અને બાહ્ય દબાણ છે. ઈઝરાયેલના દુશ્મનો હમાસ અને હિઝબુલ્લાહને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આંતરિક દબાણ છે. બીજી બાજુ, વિશ્વ તેની ક્રિયા કરવાની પદ્ધતિઓ સાથે સહમત નથી. જે રીતે ગાઝા અને લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં નિર્દોષ લોકોનાં મોત થયાં છે તે જ રીતે વિશ્વનાં દેશો તેમનાં પર યુદ્ધ રોકવા માટે દબાણ કરી રહ્યાં છે.
ઇઝરાયેલ વિશ્વનું ઓછું સાંભળી રહ્યું છે અને પોતાનું વધુ કરી રહ્યું છે. સિંહનાં મતે ઈરાન એક મોટો દેશ છે. તેની સેના વિશાળ છે. ઈરાન પાસે ડ્રોન અને મિસાઈલ સહિત ઘણી નવી ટેકનોલોજી છે. ઇઝરાયેલ પાસે વધુ હવાઈ શક્તિ છે. જો યુદ્ધ થશે તો તે હવાઈમાં થશે કારણ કે બંને દેશો વચ્ચેનું અંતર ઘણું વધારે છે. આવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી ચાલી શકે છે.