જો તમને પણ ગમે ત્યારે ભૂખ લાગે તો સાવધાન રહો આ સારા સંકેત નથી

લોગ વિચાર :

ખોરાક શરીર માટે ફ્યૂલની જેમ કામ કરે છે. પરંતુ જો તમે સમયસર ન જમો, તો ભૂખ લાગતા પેટમાંથી અવાજ આવે છે, માથાનો દુ:ખાવો થાય છે, ચીડિયાપણું લાગે છે અને કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવાય છે. તેથી, સમયસર જમી લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, કેટલાક લોકો ફરિયાદ કરે છે કે જમ્યા પછી તરત જ તેમને ફરીથી ભૂખ લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જાણો ગમે ત્યારે ભૂખ લાગવાના 5 કારણો જાણો...

ગમે ત્યારે ભૂખ લાગવાના 5 કારણ

૧. ડાયાબિટિસ

તમારું શરીર ખોરાકમાં રહેલી ખાંડને ગ્લુકોઝ નામના ફ્યૂલમાં રૂપાંતરિત કરે છે. પરંતુ જ્યારે તમને ડાયાબિટીસ હોય છે, ત્યારે ગ્લુકોઝ તમારા કોષો સુધી નથી પહોંચતું અને શરીર તેને બહાર કાઢી નાખે છે. જેના કારણે તમને વારંવાર ભૂખ લાગી શકે છે.

૨. ઊંઘ પૂરી ન થવી

પૂરતો આરામ ન મળવાથી તમારા શરીરમાં ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પર અસર થઈ શકે છે. જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તેમને ખૂબ ભૂખ લાગી શકે છે. આનું કારણ એ છે કે ઊંઘનો અભાવે પેટ ભરેલું અનુભવવું મુશ્કેલ હોય છે.

૩. સ્ટ્રેસ

જ્યારે તમે પરેશાન અથવા તણાવમાં હોવ છો, ત્યારે તમારું શરીર કોર્ટિસોલ નામનું હોર્મોન રિલીઝ કરે છે. તે તમારી ભૂખ વધારે છે. સ્ટ્રેસમાં રહેતા ઘણા લોકોને તેઓ ખાંડ, ચરબી અથવા બંનેથી ભરપૂર ખોરાક ખાવાની પણ ઈચ્છા થાય છે.

૪. વધુ પ્રમાણમાં રિફાઈન્ડ કાર્બ્સ ખાવું

રિફાઇન્ડ કાર્બ્સમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ નથી હોતા. આવી સ્થિતિમાં તે ઝડપથી પચી જાય છે અને ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ જાય છે, જેના કારણે તમારું બ્લડ સુગર ઝડપથી વધે છે. બીજી તરફ ઈન્સ્યુલિન તમારા બ્લડમાંથી શુગરને હટાવે છે, જેના કારણે શુગરના સ્તરમાં અચાનક ઘટાડો થઈ શકે છે. જેના કારણે તમને વધુ ભૂખ લાગી શકે છે.

૫. ખૂબ ઓછું પાણી પીવું

ફિટ બોડી માટે હાઈડ્રેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જે લોકો ઓછું પાણી પીવે છે તેમને વધુ ભૂખ લાગી શકે છે, તેથી પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે આખો દિવસ પાણી પીતા રહેવું.