લોગવિચાર :
આપણે જે પણ ખાઈએ છીએ, તેની અસર આપણા શરીર અને ચહેરા પર જોવા મળે છે. હકીકતમાં આપણી ખાવાની આદતો આપણી ફિટનેસ, દેખાવ અને આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જેથી કરીને આપણે હંમેશા સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાની આદતો અપનાવવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓ અને પુરૂષોએ તેમના આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરુરી છે. કારણ કે 30 પછી શરીરમાં ઘણા ફેરફારો થવા લાગે છે. આ ફેરફારોને કારણે સ્નાયુઓ નબળાં પડવા લાગે છે. તમારું મેટાબોલિઝમ ધીમુ થઈ જાય છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. શરીરમાં કોલેજન પણ ઘટવા લાગે છે, જેના કારણે તમારી ચામડી ઢીલી થવા લાગે છે, અને વૃદ્ધત્વના સંકેતો જોવા મળે છે. અહીં તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે 30 વર્ષ પછી પુરુષો અને મહિલાઓએ ગમે તે ભોગે ખાવાનું શરૂ કરી દેવું જોઈએ.
લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે, અને કેલરી ઓછી હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ રહેલા હોય છે. જે હૃદય રોગ, મોતિયા અને અમુક પ્રકારના કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
વિટામિન સી માટે લીલા શાકભાજીમાં ખાવા ખૂબ જ જરુરી છે કારણ કે, તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી તેનું સેવન કરવાથી તમારી ચામડીને ઝડપથી વૃદ્ધત્વથી બચાવે છે.
અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ એન્ટીઑકિસડન્ટો ધરાવે છે, અને હૃદય રોગ અને સ્તન કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે.
એવોકાડો એક સુપરફૂડ છે, જે તમને વૃદ્ધાવસ્થાથી બચાવી શકે છે. આ સિવાય તેમાં હેલ્ધી ફેટ્સ, ફાઈબર અને હૃદય માટે જરૂરી ઘણા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરને પોષણ આપે છે, અને તેને ઘણી બીમારીઓથી બચાવે છે.