લોગવિચાર :
આજકાલ મોબાઈલમાં ‘વોટસ અપ’ એક જરૂરીયાત બની ગઈ તમને એ જાણીને આનંદ થશે કે ટૂંક સમયમાં તમે વોટસએપ પર ઈસ્ટાગ્રામ અને ફેસબુક પર ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી શકશો. તમે વોટસએપ પર પણ સ્ટોરીમાં મ્યુઝિક જોડી શકશો, ગીત ઉમેરવા માટે તમારે કોઈ એડિટિંગ એપની જરૂર નહીં પડે.
WABetaInfo ના રિપોર્ટ અનુસાર, તમે ટૂંક સમયમાં ઈસ્ટાગ્રામ અને ફેસબુકનાં ફીચર્સનો ઉપયોગ વોટસએપ પર કરી શકશો. ઉપર જણાવ્યાં મુજબ, તમે વોટસએપમાં સ્ટેટસ અપડેટ્સમાં સંગીત ઉમેરી શકશો. પરંતુ હાલમાં આ ફીચર પર કામ ચાલી રહ્યું છે.
આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એન્ડ્રોઇડ વર્ઝન 2.24.22.11માં આવનાર ફીચર મ્યુઝિક એડની ઝલક જોવા મળી છે. એવી શક્યતા છે કે, વોટસએપનું આ ફીચર આઇઓએસ યુઝર્સ માટે પણ લાવવામાં આવશે.
વોટસએપ પર બીટા વર્ઝનમાં દરરોજ કોઈને કોઈ ફીચર ટેસ્ટિંગ માટે આવે છે, પરંતુ દરેક ફીચર મુખ્ય વર્ઝનમાં લાવવામાં આવતું નથી, હવે આ ફીચર સ્ટેબલ વર્ઝનમાં આવશે કે નહીં તેની કોઈ નક્કર માહિતી મળી નથી.
વોટ્સએપમાં આવનારા ફિચર્સ
વોટ્સએપની બ્લોગ પોસ્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ કોન્ટેક્ટ સેવિંગમાં વધુ સુધારો કરી શકે છે. મોટાભાગે વોટ્સએપ પર એવી સમસ્યા હોય છે કે નંબર સેવ કર્યા વિના વોટ્સએપ પર સંપર્ક કરવો મુશ્કેલ છે, પરંતુ ટૂંક સમયમાં તમે આ ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો.
વોટ્સએપ નવાં અપડેટ્સ સાથે આ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નવાં અપડેટમાં, વોટસએપ ફોન નંબર સાથે તે સંપર્કનું નામ બતાવશે, પછી ભલે તે નામ તમારાં સંપર્ક સૂચિમાં સેવ ન હોય. આની મદદથી તમે જાણી શકશો કે તમારી સાથે વોટ્સએપ પર કોણ ચેટ કરી રહ્યું છે.
આ સિવાય વોટસએપ બીજું એક નવું ફીચર લાવી રહ્યું છે, જેનાં દ્વારા તમે કોઈપણ ગ્રુપમાં જોડાયાં વગર મેસેજ મોકલી શકશો. હા, વોટ્સએપ કોમ્યુનિટી ફીચર પર પણ કામ કરી રહ્યું છે. પરંતુ આ માટે ગ્રુપ એડમિનિસ્ટ્રેટરે તમને મેસેજ મોકલવાની પરવાનગી આપવી પડશે.
વોટ્સએપ વોઈસ કોલિંગમાં પણ સુધારો કરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં તમે વોટસએપ કોલ્સ દરમિયાન વિઝ્યુઅલ વોઇસ વેવ ફીચર જોઈ શકશો.