લોગ વિચાર :
સાધના વિનય મંદિર શાળાનાં વિદ્યાર્થીઓએ 140 ફુટ લાંબી રાખડી બનાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ રજુ કરી હતી. રાખડીમાં ભગવાન ગીતાના અઢાર અધ્યાયના શ્ર્લોક દર્શાવ્યા છે. ર0 વિદ્યાર્થીનીઓ અને 3 શિક્ષકો મળીને 45 મીટર કાપડ, ઉનના દોરામાંથી 12 દિવસમાં 140 ફુટ રાખડી તૈયાર કરી મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી હતી.
શાળાના ટ્રસ્ટી પંકજભાઇ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય જગદીશભાઇ પટેલ, નિયામક રવિન્દ્રભાઇ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ છાત્રાઓ અને શિક્ષકોને બિરદાવ્યા હતા.