લોગ વિચાર :
ધી ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ (આઈઆરસીટીસી)એ પવિત્ર શ્રાવણ માસમાં જયોતિર્લિંગના દર્શન માટે યાત્રાળુ માટે ભારત ગૌરવ ટ્રેન લોન્ચ કરી છે, જે 7 જયોતિર્લિંગને આવરી લેશે. આઈઆરસીટીસી પહેલી વાર સેકન્ડ એસી કોચ માટે માસિક હપ્તાની પેમેન્ટ ઓપ્શન દાખલ કર્યું છે. એટલે કે હપ્તાથી યાત્રા કરી શકાશે.
આ ઉપરાંત ભારત ગૌરવ એકમાત્ર એવી ટ્રેન છે. સ્લીપર કલાસની સાથે સાથે થર્ડ એસી કોચની સુવિધા છે. 9 દિવસ અને 10 દિવસની આ યાત્રાનો આરંભ રાજકોટથી શરૂ થઈને અમદાવાદ અને વડોદરાને કવર કરશે. આ ટ્રેન 7 જયોતિર્લિંગ- મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીષ્મેશ્વર, ગિષ્મેશ્વર, ત્રંબકેશ્વર, પર્લી વૈજનાથ અને મલ્લિકાર્જુનને આવરી લેશે. તેમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.
ટ્રેન રાજકોટથી 20 ઓગષ્ટે ઉપડશે. ટ્રેનમાં શાકાહારી ભોજન પીરસવામાં આવશે. તેમાં મોર્ડન કિશ્નકાર, હોટેલ એકોમોડેશન ગાઈડ વગેરેની વ્યવસ્થા છે. આ પ્રથમ વાર છે કે જેમાં આઈઆરસીટીસી યાત્રાળુઓને પેમેન્ટ માટે હપ્તાની સુવિધા કરી દે છે. તેમ અધિકારીએ જણાવ્યું હતું.