ગ્લોબલ વોર્મિંગના પગલે દેશમાં લૂનો ખતરો 45 ગણો વધી ગયો

દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે : આગામી દિવસોમાં લૂનો ભય 50 ગણો વધી શકે છે

લોગ વિચાર :

ગ્લોબલ વોર્મિંગના કારણે દેશમાં હિટવેવ (લૂ)નો ખતરો 45 ગણો વધી ગયો છે. આ ત્રણ રીતે ભયાનક થયો છે. એક લૂની આવૃતિ વધી રહી છે. બીજુ તે પહેલાની તુલનામાં વધુ ગરમ થઈ છે, જેથી તીવ્રતા વધી છે. ત્રીજું- તેનો સમયગાળો અને ક્ષેત્ર બન્ને વિસ્તરી રહ્યા છે.

‘નેચર’ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર સતત ત્રીજા વર્ષે એપ્રિલ અને મે માં દિલ્હી અને ઉતર પશ્ચિમ ભારતમાં ભીષણ લૂ ચાલવી એ તરફ સંકેત કરે છે. દિલ્હીમાં અધિકતમ તાપમાન પર ડિગ્રી સેલ્સીયસ સુધી રેકોર્ડ થયું છે. રિપોર્ટમાં આઈઆઈટી દિલ્હીના જલવાયુ વૈજ્ઞાનિક ડો. કૃષ્ણા અચ્યુતા રાવને સંશોધનને આધાર બનાવવામાં આવ્યો છે. તેઓ કહે છે કે દેશમાં વસંત ઋતુમાં ગરમી સામાન્ય વાત છે પણ ત્રણ વર્ષોથી લૂ અસામાન્ય વાત છે.

દોઢ ડીગ્રી ગરમ થઈ લૂ: કલાયમેટ ટ્રેન્ડએ એક વિશ્લેષણમાં જાણ્યું કે, દર 10 વર્ષમાં એક વાર આવતી ભીષણ લૂ હવે 2.8 ગણી વધુ આવી રહી છે અને તે 1.5 ડીગ્રી વધુ ગરમ છે. મુખ્ય કારણ જીવાશ્મ ઈંધણનો વધુ ઉપયોગ છે. તેમાં જલવાયુ પરિવર્તન પર આઈપીસીસીના આંકડાને પણ આધાર બનાવવામાં આવ્યો છે.

રાતનું તાપમાન પણ વધ્યું: દેશમાં 45 શહેરોમાં જયાં દિવસનું વધુમાં વધુ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયુ છે, ત્યારે રાત્રે પણ તાપમાનમાં વધારો નોંધાયો છે અને તે 36 ડીગ્રી થયું છે. સીએસઈનો હાલનો રિપોર્ટ કહે છે કે શહેરોમાં રાતનો તાપમાનનો પારો અસામાન્ય રીતે વધી રહ્યો છે.

મુંગેશપુરીનો રેકોર્ડ તૂટયો: દિલ્હીના મુંગેશપુરી વિસ્તારમાં તાપમાન 52.3 ડીગ્રી પહોંચવાથી વર્ષ 2002ના આ વિસ્તારનો 49.2 ડીગ્રી તાપમાનનો રેકોર્ડ તૂટયો હતો.
મે માં ચાર ગણી થઈ લૂ: હવામાન વિભાગના અનુસાર સામાન્ય રીતે મેમાં ત્રણ દિવસ લૂ રહે છે. આ વર્ષે મે માં લૂનો પ્રકોપ રાજસ્થાન-ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 9થી12 દિવસ, પુર્વી મધ્યપ્રદેશમાં 6થી7 દિવસ, એનસીઆર, પશ્ચિમી યુપી અને પંજાબમાં 6થી7 દિવસ અને મધ્યપુર્વ ભારતમાં 3થી6 દિવસ લૂ રહી હતી.

હીટવેવ દેશ માટે મોટો ખતરો છે. તેથી સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા, આજીવિકા પર પડનારી અસરોનો સામનો કરવા રણનીતિ બનાવવાની જરૂર છે તેમ કલાયમેટ ટ્રેન્ડસના નિર્દેશક આરતી ખોસલાએ જણાવ્યું છે.