9 જૂને ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનની ટક્કર : એક કરોડથી વધુ ટિકિટ વેચાઈ : સચિન તેંડુલકર મેચ જોવા જશે

લોગ વિચાર :

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત થનારા T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ માટે અમેરિકા પહોંચી છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા બીજી વખત આ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે

. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર છે. પોતાના સમયના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ મેચ જોવા આવી શકે છે.

ટેસ્ટ અને ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર તેંડુલકરે 1992 થી 2011 વચ્ચે છ 50 ઓવરના વર્લ્ડ કપ રમ્યા છે. તે 2015 ODI વર્લ્ડ કપમાં ICCના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.

ICCના નજીકના સૂત્રોએ જણાવ્યું કે સચિન, જે તેની એક મોટી સ્પોન્સર બ્રાન્ડ સાથે સંકળાયેલો છે, તે ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ કાઉન્ટી મેદાન પર મેચ જોવા જઈ શકે છે. એક સૂત્રએ કહ્યું, "જો બધુ બરાબર રહેશે તો સચિન ન્યૂયોર્કમાં મેચ જોશે અને ભારતીય ટીમને ચીયર પણ કરશે." મેચ પહેલા તે ખેલાડીઓને મળશે કે નહીં તે ખબર નથી પરંતુ દર્શકોની ગેલેરીમાં તેની હાજરી રોહિત શર્માની ટીમનું મનોબળ વધારવા માટે પૂરતી હશે. 2 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતે તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે ટકરાશે. તેની મુખ્ય મેચો પહેલા, ભારતીય ટીમે 1 જૂને ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ સામે તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ રમવાની છે.

ભારત વિ પાકિસ્તાન મેચની 1 ટિકિટની કિંમત 1.4 કરોડ રૂપિયા છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ માનવામાં આવે છે. બંને ટીમો છેલ્લા એક દાયકાથી માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમી છે. આગામી T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ મેચની ટિકિટની કિંમત સાંભળીને તમને ચક્કર આવી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની ટિકિટની કિંમત કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ICCની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની કિંમત લગભગ 300 ડોલર છે એટલે કે સૌથી સસ્તી ટિકિટ લગભગ 25 હજાર રૂપિયા છે. પરંતુ તેનાથી ઉપરની ટિકિટની કિંમત 10 હજાર ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં તેની કિંમત 8 લાખ રૂપિયા સુધી છે. આ ટિકિટ ડાયમંડ ક્લબની ટિકિટ છે. પરંતુ આની ઉપરની ટિકિટની કિંમત કરોડો રૂપિયાની હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SeatGeekની સાઈટ પર ભારત vs પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત $175,000 સુધી એટલે કે લગભગ 1.4 કરોડ રૂપિયા છે.