લોગવિચાર :
ઈઝરાયેલ-લેબનોન તથા ઈરાન વચ્ચે ભડકેલા યુદ્ધ વચ્ચે ભારતે ત્રણ યુદ્ધ જહાજોને ઈરાન મોકલ્યા છે. આઈએનએસ નીર, આઈએનએસ શાર્દુલ તથા આઈએનએસ વીરા ઈરાનના બંદર અબ્બાસ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે.
સુત્રોના કહેવા પ્રમાણે ભારતીય યુદ્ધ જહાજોને ઈરાન સાથેની સંયુકત યુદ્ધ કવાયતનાં ભાગરૂપે મોકલવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળે શાંતી અને મૈત્રી નામ સાથે નામકરણ કર્યું છે.
ભારતીય સંરક્ષણ મંત્રાલયનાં કહેવા પ્રમાણે બન્ને દેશોનાં નૌકાદળ વચ્ચે સમુદ્રી સુરક્ષા તથા આંતરીક સંચાલન વધારવાનો ઉદેશ છે. યુદ્ધ જહાજ સફર દરમ્યાન વ્યવસાયીક આદાન પ્રદાન ક્રોસ ટ્રેનીંગ વીઝીટ, મૈત્રીપૂર્ણ ખેલ કાર્યક્રમ તથા સમુદ્ર ભાગીદારી અભ્યાસ થશે,.
નસરલ્લાહનાં જમાઈનો ખાત્મો
ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર વધુ ભીષણ હુમલા શરૂ કરવામાં આવ્યા છે જયારે હિઝબુલ્લાહનાં વડા નસરલ્લાહ બાદ તેના જમાઈનો પણ ખાત્મો થયો છે. હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનું ચાર દિવસ પૂર્વે મિસાઈલ હુમલામાં મોત નીપજયુ હતું અને તે પછી વધુ તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા. ઈઝરાયેલ દ્વારા આક્રમણ વધુ ભયાનક બનાવ્યુ હતું અને ડમાસકુસ પર ભીષણ હુમલો કરીને તેના જમાઈનો પણ ખાત્મો કર્યો હતો.