29 મેના બદલે હવે 8મી જુને ભારતીય અવકાશયાત્રી અવકાશ મથક પર પહોંચશે

લોગ વિચાર.કોમ

ભારતીય એસ્ટ્રોનટ શુભાંશુ શુકલા એકિસઓમ મિશન-4 અંતર્ગત હવે 8મી જુને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં જશે.આ મિશન પહેલા 29મેએ થવાનું હતું પણ ભલે શેડયુલમાં ફેરફાર થયો છે.

ભારતનાં અંતરીક્ષયાત્રી ઉપરાંત આ મિશનમાં પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષ યાત્રીઓ જોડાશે. ફલોરીડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ સાંજે 6.41 વાગ્યે મિશન લોંચ થશે. આ ચારેય અંતરીક્ષ યાત્રીઓ 14 દિવસ સ્પેસ સ્ટેશનમાં રોકાણ કરશે.

મિશનમાં જઈ રહેલા ચારેય એસ્ટ્રોનેટે નાસામાં 8 મહિનાની ટ્રેનીંગ પુરી કરી હતી.  ઈલોન મસ્કની કંપની સ્પેસ એકસનાં ડ્રેગન કેપ્સુલમાં આ એસ્ટ્રોનેટ ઉડાન ભરશે.

મિશનનાં ઉદેશ અંતરિક્ષમાં વૈજ્ઞાનિક અનુસંધાન ટેકનીકલ પર્ફોમન્સનો છે.આ મિશન પ્રાઈવેટ સ્પેસ ટ્રાવેર્લ્સને મિશન પ્રાઈવેટ સ્પેસ ટ્રાવેલ્સને પ્રોત્સાહીત કરવા અને ભવિષ્યમાં કોમર્શીયલ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની દિશાનો એક ભાગ છે.