લોગવિચાર :
મુંબઇથી માન્ચેસ્ટર માટે ઉંડાન ભરનારા ભારતીય યાત્રીઓ 13 કલાકથી કુવૈત એરપોર્ટ પર ફસાઇ ગયા છે. તેમના માટે ના તો કોઇ ખાવા-પીવાની વ્યવસ્થા છે કે ના તો યાત્રીઓ માટે એરલાઇને કોઇ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
કેટલાક યાત્રીઓએ આરોપ લગાવ્યો છે કે, યુરોપીય દેશોનો પાસપોર્ટ રાખનારા યાત્રીઓને તો એર લાઇન સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી છે. જ્યારે એશિયાના યાત્રીઓને જાણકારી આપવાનું પણ જરૂરી ન સમજવું. આ પૂરી ઘટના ત્યારે શરૂ થઇ હતી, જ્યારે આ યાત્રીઓને લઇ જઇ રહેલી ગલ્ફ એરની ફલાઇટના એન્જિનમાં આગ લાગી હતી જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવાયું હતું.
સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં યાત્રીઓ કુવૈતી અધિકારી સાથે દલીલ કરતા જોવા મળે છે. એક્સ પર યાત્રીઓએ આરોપ લગાવ્યો હતો કે, ગલ્ફ એર દુનિયાની સૌથી ખરાબ એરલાઇન્સ છે તેમને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે.
એરલાઇન્સ દ્વારા યુરોપીય સંઘ, બ્રિટન અને અમેરિકાના યાત્રીઓને રહેવાની સુવિધા અપાઇ છે. જ્યારે ભારતીય પાકિસ્તાની અને અન્ય દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના પાસપોર્ટ રાખનારાઓને કોઇ સુવિધા નથી અપાઇ. એક મહિલાએ જણાવ્યું હતું કે, તેમને લાઉન્જમાં ફરવાની પણ મનાઇ કરાવી છે. આ મામલે હજુ સુધી ગલ્ફ એરલાઇનને કોઇ નિવેદન બહાર નથી આવ્યું.