લોગવિચાર :
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવીને શાનદાર શરૂઆત કરી છે. જો કે, ભારતીય ટીમને બીજી ટેસ્ટ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યા છે. ગંભીર ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફરી રહ્યા છે, પરંતુ તે બીજી ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયા પરત ફરે તેવી સંભાવના છે.
ગૌતમ ગંભીર 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થનાર પિંક ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. ગંભીરની ગેરહાજરીમાં આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે.
એડિલેડમાં રમાનારી પિંક ટેસ્ટ મેચ પહેલા ભારત 30 નવેમ્બરના રોજ કેનબરાના મનુકા ઓવલમાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય અભ્યાસ મેચ રમાશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આ મેચમાં રમતા જોવા મળશે. જે પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. ત્યારે રોહિત શર્મા આ મેચ રમતો જોવા મળશે.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
(નવેમ્બર 2024 - જાન્યુઆરી 2025)
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની