iPhone craze! મુંબઈના એક સ્ટોર પર લોકો 21 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા

લોગવિચાર :

દિગ્ગજ ટેક કંપની એપલની આઈફોન-16 સીરીઝનુ વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયુ છે. લોકોમાં તેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેચાણ શરૂ થતા જ મુંબઈના એપલના સ્ટોર બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો મધરાતથી જ સ્ટોરની સામે લાઈનમાં ઉભા રહી ગયા હતા.

મુંબઈમાં એક એપલ સ્ટોરની બહાર ભાગદોડ જેવી હાલત જોવા મળી હતી. સ્ટોરની બહાર ઉભેલા એક વ્યકિતએ જણાવ્યુ હતુ કે, હું ખૂબ જ ઉત્સાહીત છું. હું અહીં 21 કલાકથી ઉભો છું. હું સ્ટોરમા પ્રવેશ કરનાર સૌથી પહેલો છુ. વ્યવસ્થા પણ સારી છે.

આઈફોન-16 સીરીઝમાં અનેક નવા ફીચર્સ છે. મુંબઈના બીકેસી સ્થિત સ્ટોરની બહાર ઉભેલા એક શખ્સે જણાવ્યુ હતુ કે આ ફોન માટે મુંબઈમાં માહોલ બિલકુલ નવો છે. ગત વર્ષે હું 17 કલાક લાઈનમાં ઉભો હતો.

કંપનીએ 9 સપ્ટેમ્બરે પોતાની વર્ષની સૌથી મોટી ઈવેન્ટ ‘ઈટ્સ ગ્લો ટાઈમ’માં એઆઈ ફીચર્સની સાથે સાથે આઈફોન-16 સીરીઝ લોન્ચ કરી હતી. તેમા ચાર નવા આઈફોન લોન્ચ કરાયા હતા જેમાં આઈફોન-13, આઈફોન-16  પ્લસ, આઈફોન-16 પ્રો, આઈફોન-16 પ્રો મેકસ સામેલ છે.

આઈફોન-16ના કેમેરાને એક નવા બટન પર સ્લાઈડ કરીને કંટ્રોલ કરાય છે. આઈફોન-16ની સાથે એ-18 બાયોનિક ચિપર્સ અપાઈ છે, આઈફોન-16માં 6.1 અને આઈફોન પ્લસને 6.7 ઈંચની સ્ક્રીન સાઈઝમાં રજુ કરાયો છે. તેમાં બે રિયર કેમેરા છે જેમાં પ્રાઈમરી લેન્સ 48 મેગા પિકસલના છે. આવી અનેક ફેસીલીટી આઈફોન-16માં છે.