IPL શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 22મી માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલમાં અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. દેશ-વિદેશના ક્રિકેટરોને IPLમાં રમતા જોવા માટે ક્રિકેટપ્રેમીઓ પણ અતિ ઉત્સાહિત પણ છે.
IPLના ખેલાડીઓના જે ડ્રેસ બને છે તેના કાપડ ઉપરાંત દર્શકો મેદાનમાં જે જર્સી પહેરીને જતા હોય છે તે જર્સીનું કાપડ પણ સુરતમાં જ તૈયાર થાય છે. સુરતમાં બનેલા કાપડમાંથી ખેલાડીઓની જર્સી તૈયાર થશે.
IPL ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL ના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટ પહેરશે, તે સુરતના પોલિસ્ટર ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. તે પોલિસ્ટર કાપડ હોય છે. સુરતના પોલિસ્ટર કાપડથી તૈયાર જર્સી અને ટ્રેકપેન્ટ દેશ-વિદેશના IPL ના ખેલાડીઓ પહેરશે.
સુરતમાં તૈયાર થતા કાપડની વિશેષતા એની ખાસિયતની વાત કરવામાં આવે તો, આ એક લાઈટ વેઇટ ફેબ્રિક હોય છે. ડ્રાય-ફિટ હોવાની સાથે યુવી પ્રોટેક્ટેડ છે. ખેલાડીઓ જ્યારે રમે છે, ત્યારે તેમના મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ બનાવવામાં આવે છે.
અગાઉ આ કાપડ ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું, પરંતુ સરકારના નવા નિયમ બાદ આ સંપૂર્ણ રીતે ઈમ્પોર્ટ બંધ થઈ ગયું છે. જેના કારણે કાપડ ઉદ્યોગને લાભ પણ થયો છે. પહેલાં આ કાપડ ચીનમાંથી રોજ 835 ટન આવતું હતું, પરંતુ હવે સુરતમાં આ ફેબ્રિક તૈયાર થવાને કારણે માત્ર IPL સિઝનમાં 75 કરોડ રૂપિયાનો વેપાર સુરતના અલગ-અલગ વેપારીઓને મળ્યો છે.
કાપડમાં રિસાયકલ મટિરિયલનો પણ ઉપયોગ સુરતના પોલિસ્ટરના ઉદ્યોગપતિ વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, ખાસ કરીને જે પ્લાસ્ટિકની બોટલ સહિતની વસ્તુઓ છે, તેને રિસાયકલ કરીને યાર્ન બનાવવામાં આવે છે, અને યાર્ન પછી ભાગો બનાવીને પોલિસ્ટર બનાવવામાં આવી રહ્યું છે. એટલે IPLમાં જે પણ ખેલાડીઓ રમવા જઈ રહ્યા છે, તે રિસાયકલ પોલિસ્ટરમાંથી બનાવવામાં આવ્યું છે.
યુવી પ્રોટેકશન આ ફેબ્રિક તાપમાનને સંતુલિત રાખે છે. બધા જાણે છે કે હાલ ગરમી ચાલી રહી છે, ત્યારે IPLમાં રમનાર ખેલાડીઓ પરસેવાથી હેરાન-પરેશાન થઈ શકે છે. પરંતુ આ ફેબ્રિકના કારણે તેઓ 50ઓ સુધીની ગરમીમાં આરામથી રમી શકે છે, કારણ કે આ ફેબ્રિક ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે. ફેબ્રિક પર ખાસ કેમિકલ હોય છે, જેના કારણે તાપમાનને સંતુલિત રાખી શકાય છે.