લોગ વિચાર :
ચાઇનીઝ ફર્નિચર કંપનીએ એકદમ હટકે શેપના સોફા માર્કેટમાં મૂક્યા છે. આ વિચાર તેમને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આવ્યો હતો. કોઈકે એક જાડિયા-પાડિયા ગોરીલાને સોફામાં કન્વર્ટ કરો તો કેવો દેખાય એ વિઝ્યુઅલાઇઝ કરવાનું AIને પૂછેલું અને જે ફોટો જોવા મળ્યો એ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. આ લુક ચાઇનીઝ કંપનીને બહુ ગમી ગયો અને એણે એમાંથી કેટલાંક રિયલ સેમ્પલ બનાવીને સોશ્યલ મીડિયા પર શેર કર્યાં. નવાઈની વાત એ છે કે એ સેમ્પલ જોઈને જ તેમને ઘણાં એડ્વાન્સ બુકિંગ મળી ગયાં. હવે તો ગોરીલા સોફા ચીનમાં જબરા ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે.