લોગ વિચાર :
આગામી ૭ જુલાઈએ અમદાવાદમાં ૧૪૭મી રથયાત્રા યોજાશે. આ માટે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીના મોસાળ સરસપુર ખાતે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યા અનુસાર, આ વખતે ૧૩થી વધુ પોળમાં રસોડા ધમધમશે અને અલગપ્રઅલગ પોળમાં લાખો ભક્તો ભગવાનનો પ્રસાદ લેશે. તો આગામી અગિયારસે ભગવાનના બહુમૂલ્ય મામારેના દર્શન કરાશે.
ઉમંગભાઈ પટેલે જણાવ્યું કે, આ વખતે રથયાત્રામાં આવતા ભાવિકો માટેના પ્રસાદ આપવા સરસપુરની ૧૩થી વધુ પોળમાં રસોડા ધમધમશે. અલગ-અલગ પોળમાં પુરીશાક, ફુલવડી, ખીચડી-કઢી અને મિષ્ઠાન સહિતની વાનગી બનાવીને પ્રસાદ તરીકે લાખો ભક્તોને પીરસવામાં આવશે. આ ઉપરાંત રણછોડરાયજીના મંદિરે પણ અત્યારે કલરકામ અને મંડપ ડેકોરેશનની કામગીરી ચાલી રહી છે. આ વખતે અગિયારશના દિવસે ભગવાનના મામેરાના દર્શનનું આયોજન કરાયું છે. જેમાં ત્રણ સોના-ચાંદીના હાર અને વષા સહિતની વસ્તુ હશે.
મહત્ત્વનું છે કે, દર વખતે સરસપુર સ્થિત અલગપ્રઅલગ પોળમાં રથયાત્રામાં આવતાં ભક્તો માટે પ્રસાદ આપવામાં આવે છે. આ માટે અલગ-અલગ પોળમાં અઠવાડિયા અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. ભક્તોને અલગ-અલગ પોળમાં મોહનથાળ, પુરીશાક, ફુલવડી, દાળભાત, ખીચડી-કઢી અને ચણાપુરી સહિતની વાનગીઓ પીરસવામાં આવે છે. સરસપુરની પોળમાં સવારે ૧૧ વાગ્યાથી જમણવાર શરૂ થઈ જાય.
ભક્તોના પ્રસાદની વ્યવસ્થા માટે પોળના સ્વયંસેવકો કામ કરે છે. તો સરસપુરમાં સૌથી મોટું રસોડુ લુહાર શેરી અને વાસણ શેરીનું હોય છે. આ ઉપરાંત સાળવી વાડ, ગાંધીની પોળ, લીમડા પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર, પીપળા પોળ, આંબલી વાડ (પાંચા વાડ), પડિયાની પોળ, તડિયાની પોળ, કડિયાવાડ,હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.