લોગ વિચાર :
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સોમવારે ન્યુયોર્કમાં નેશનલ ફુટબોલ લીગ (એનએફએલ)ના હેડકવાર્ટર પહોંચ્યા હતા. તેણે લીગ કમિશ્ર્નર રોજર ગુડેલ અને તેની ટીમ સાથે વાત કરી.
આ દરમિયાન, ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. કારણ કે તે બંને વિશ્ર્વની મુખ્ય પ્રખ્યાત લીગ છે. ટિવટર પર જય શાહની મીટીંગ વિશે માહિતી આપતા બીસીસીઆઈએ લખ્યું કે, આ મીટિંગમાં વિચારોના આદાન-પ્રદાનની સાથે પ્રશંસકોની ભાગીદારી અને અનુભવો વધારવાનો પણ વિચાર કરવામાં આવ્યો હતો.