લોગ વિચાર :
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ફિલ્મી લેખક અને ગીતકાર જાવેદ અખ્તરની માફી માંગી છે. જાવેદ અખતરે ચાર વર્ષ પહેલા કંગના સામે માનહાનીનો કેસ કર્યો હતો. આ મામલે મધ્યસ્થતાથી સમાધાન થઈ ગયુ છે.
સાંસદ રનૌત અને અખ્તર શુક્રવારે અહીંની વિશેષ અદાલતમાં હાજર થયા હતા અને એકબીજા સામેની ફરિયાદોને પાછી ખેંચી લીધાના નિર્ણયની અદાલતને જાણ કરી હતી.
બાદમાં એકટ્રેસે સોશિયલ મીડિયા મંચ ઈન્સ્ટાગ્રામમાં અખ્તરની સાથે એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે તેમનો કાનૂની મામલો ઉકેલાઈ ગયો છે.