લોગવિચાર :
બોલવુડની અભિનેત્રીમાંથી ભાજપના સાંસદ બનેલા કંગના રનૌત ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે અને તેણે ભાજપને પણ ફસાવ્યો છે. ગઈકાલે મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીએ તેણે લાલબહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાંજલીની એક પોસ્ટમાં રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીના સ્થાન અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
તેણે લખ્યુ કે, દેશના પિતા હોતા નથી લાલ હોય છે. (પુત્ર હોય છે) તે દેશના પુત્ર છે અને ધન્ય છે. આ ભારત પુત્રને....બાદમાં સ્વચ્છતા અંગે ગાંધીજીના વારસાને આગળ ધપાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો.
જોકે કોંગ્રેસ અને ભાજપનાં અનેક નેતાઓએ કંગનાની આ પોસ્ટ પર પ્રશ્ન ઉઠાવી એવુ જણાવ્યું હતું કે તે ગાંધીજીનાં કદને ઓછુ આંકી રહી છે. કોંગ્રેસ નેતા રાજકુમાર વર્માએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કંગના વારંવાર દેશ વિરોધી વિધાનો કરી રહી છે તેની સામે દેશદ્રોહીનો કેસ થવો જોઈએ.
હાલમાં જ તેરે રદ કરાયેલા ત્રણ કૃષિ કાનુનો પાછા અમલમાં લાવવાની માંગ કરીને હરીયાણા ચૂંટણી સમયે જ ભાજપને મુશ્કેલીમાં મુકી દીધી હતી.