લોગ વિચાર :
ગુલાબજળનો ઉપયોગ મોટાભાગે ત્વચાની સંભાળ માટે થતો હોય છે. આ એક એવી નેચરલ પ્રોડક્ટ છે જે ત્વચાને નરમ બનાવે છે અને તેને તાજગી આપે છે. જોકે, આજના સમયમાં દરેક વસ્તુમાં ભેળસેળ થવા લાગી છે. બજારમાં વિવિધ પ્રકારના ગુલાબજળ ઉપલબ્ધ છે, જેમાં માત્ર કેમિકલ સિવાય કાંઈ જ હોતુ નથી. આજકાલ મોટા પાયે લોકો અસલી સમજીને નકલી ગુલાબજળનો ઉપયોગ કરી રહ્યા છે, જે ત્વચા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ત્વચાને કાળી કરી શકે છે. જો તમે પણ આ ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તે એલર્જી થવાનું જોખમ વધારી શકે છે. ત્યારે આ લેખમાં અમે તમને અસલી અને નકલી ગુલાબજળની ઓળખ કેવી રીતે કરવી તેના વિશે જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી અસલી ગુલાબજળની ઓળખ કરી શકશો.
નકલી ગુલાબજળ ત્વચાને નુકસાન પહોંચાડે છે
નકલી ગુલાબજળનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા કાળી પડી શકે છે અને ફોલ્લીઓ થઈ શકે છે.
કેમિકલ્સ યુક્ત ગુલાબજળ લગાવવાથી ત્વચા પર ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
નકલી ગુલાબજળ ત્વચા માટે ખૂબ જ ખતરનાક છે. તેના ઉપયોગથી ત્વચા પર ખીલ અને ચેપનું જોખમ પણ રહે છે.
આ ત્વચાને સૂકવી નાખે છે, જેનાથી બળતરા પણ થઈ શકે છે.
અસલી અને નકલી ગુલાબજળ કેવી રીતે ઓળખશો...
હકીકતમાં ગુલાબજળને તેના રંગ અને સુગંધથી પણ તમે સરળતાથી ઓળખી શકો છો. અસલી ગુલાબજળનો રંગ ચોખ્ખા પાણી જેવો હોય છે અને તેની સુગંધ હળવી અને નેચરલ હોય છે. જ્યારે, નકલી ગુલાબજળ આછો ગુલાબી અને ઘેરો રંગનો હોય છે. તેની સુગંધ બનાવટી હોય છે.