ગણેશ ચતુર્થીના દિવસે રણવીર - દીપિકાના ઘરે લક્ષ્મીજી આવ્યા : એક્ટ્રેસે આપ્યો દીકરીને જન્મ : એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં તેના પહેલા બાળકના જન્મને લઈને ચર્ચામાં છે. શુક્રવારે તે પતિ રણવીરસિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. હવે એવા સમાચાર છે કે દીપિકા પાદુકોણે મુંબઈની એક હોસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. આ સમાચાર પછી અભિનેત્રીના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે અધીરા બની ગયા છે.