લોગ વિચાર :
હાલ 40 સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય છે. જેથી ઉનાળામાં પડતી અસહ્ય ગરમીમાં વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ મળી છે. 1 એપ્રિલથી જુલાઈ માસ સુધી આ કોટની જગ્યાએ ફક્ત ટાઇ પહેરી શકશે. તેવું બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 0
ઉલ્લેખનિય છે કે, ધારાશાસ્ત્રીઓને ચોક્કસ પ્રકારનો ડ્રેસ પહેરવાનો ફરજીયાત હોય જે મુજબ તાલુકા અને જિલ્લાની અદાલતોમાં ટાઈ અને કાળો કોટ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવેલ છે. પરંતુ ઉનાળાના સમયમાં એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં કાળો કોટ પહેરવાને કારણે ગરમીનો અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હોય છે.
વકીલોને ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડતું હતું. આ સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી જુદા-જુદા સમયે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જરૂરી રજૂઆતો કરવામાં આવેલ હતી. જેના સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી એક ખાસ કમિટી બનાવી ડ્રેસ-કોડ બાબતે મુદ્દો તૈયાર કરી રાજ્યના ચીફ જસ્ટીસ સમક્ષ ડ્રેસ-કોડ બાબતે રજુઆત કરવામાં આવેલ.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી કરવામાં આવેલ રજૂઆતને લક્ષમાં રાખી હાઇકોર્ટ તરફથી ભારતીય બંધારણના અનુચ્છેદ 235 તથા ક્રિમીનલ મેન્યુઅલ 197 અનુસાર એક ખાસ નોટીફીકેશન બહાર પાડવામાં આવેલ અને જે ઉનાળાના સમય દરમિયાન દર વર્ષે તારીખ 1લી એપ્રિલ થી 31મી જુલાઈ સુધી નીચલી અદાલતો (તાલુકા અદાલતો), સેશન્સ તથા જિલ્લા અદાલતોમાં વ્યવસાય કરતા ધારાશાસ્ત્રીઓને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓને સફેદ શર્ટ, સફેદ કોલર સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઈ ફરજિયાત પહેરવાની રહેશે.