જાણો ખજૂર ખાવાના ફાયદા વિશે, જે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે

લોગવિચાર :

ખજૂરમાં અનેક પોષક તત્વો સમાયેલા હોવાથી તે સ્વાસ્થ્યવર્ધક છે. તેમાં ફાબિર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી૬ અને આર્યન પ્રચુર માત્રામાં હોવાથી અનેક બીમારીઓમાં લાભ આપે છે. સવારના ચાર થી પાંચ ખજૂરનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. હુંફાળા દૂધમાં ખજૂરને પલાળીને ખાવાથી પણ ગુણકારી છે. ખજૂરનું સેવન નિયમિત કરવાથી ૨-૩ ં મહિનામાં જ શરીરમાં ઊર્જાનો સંચાર થયેલો જણાશે. તેમજ એક મહિનામાં પાચનક્રિયા સંબંધી તકલીફોથી પણ રાહત થશે. હાડકા અને ત્વચા પર પણ ફાયદો થતો જણાશે.
ખજૂરમાં ગ્લુકોઝ, ફ્રુકટોઝ અને સુક્રોઝ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેથી જો શરીરમાં સ્ફૂર્તિનો અભાવ લાગતો હોય તો  સવારના નયણા કોઠે ૨ થી ૪ ખજૂરનું સેવન કરવાથી તરત જ એનર્જી આવી જાય છે.
ઇન્યુનિટી વધારે
સવારના નિયમિત રીતે નયણા કોઠે ખજૂર ખાવાથી ઇમ્યૂન સીસ્ટમાં સુધારો થાય છે. તેમાં સમાયેલા કેલ્શિયમ,આર્યન, વિટામિન, એન્ટી-બેકટેરિયલ, એન્ટી-ોક્સીડન્ટ જેવા ગુણ નબળી પડેલી રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા વધારે છે.
હાડકાને મજબૂત કરે
ખજૂરમાં કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. જે કમજોર હાડકાને  મજબૂત બનાવે છે. તેમાં સમાયેલું વિટામિન કે રક્તને ઘટ્ટ થતું અટકાવે છે અને હાડકાઓને મેટાબોલાઇઝ્ડ કરવામાં મદદ કરે છે.
માસિકધર્મમાં ગુણકારી
જે મહિલાઓને માસિક ધર્મમાં વધુ દુખાવો થતો હોય તો તેણે રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઇએ, ખજૂરમાં ભારી માત્રામાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર હોવાથી માસિક ધર્મના દુખાવામાં રાહત આપે છે.
હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે
હેમોગ્લોબિનનું લેવલ ઓછું હોય તેમણે ખજૂરનું અવશ્ય સેવન કરવું જોઇએ. ખજૂરમાં પ્રચુરમ ાત્રામાં આર્યન સમાયેલું હોય છે.રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઇ જવાથી એનિમિક થવાની શક્યતા વધી જતી હોય છે, તેથી નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઇએ. ખજૂરને ઘીમાં શકીને તેમાં બદામ-પિસ્તા-એલચીનો ભુક્કો ભરીને પણ ખાઇ શકાય છે.
હૃદય માટે લાભદાયી
ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર ખજૂર હૃદય માટે એક ચમત્કાર જેવું કામ કરે છે. તે કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ સામાન્ય કરવામાં સહાયક છે. ખજૂરને થોડી વાર હુંફાળા દૂધમાં પલાળીને ખાવું જોઇએ.
શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદગાર
ખજૂરમાં ફાઇબર સમાયેલું હોય છે તેમજ ખજૂરના ગુણ શુગરના લેવલની વધવાની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે.
વજન કન્ટ્રોલ કરે
ફાઇબર અને હેલ્ધી ફેટથી ભરપુર ખજૂર લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે જેથી અનહેલ્ધી ખોરાક પ્રમાણમાં ઓછો ખવાય છે.
ત્વચાને સુંદર બનાવે છે
દૂધ અને ખજૂર બન્નેમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સીડન્ટ સમાયેલા હોય છે જે ત્વચાને કોમળ, ચમકીલી અને સુંદર બનાવે છે.
યાદશક્તિને તેજ કરે
નિયમિત રીતે દૂધમાં ભીજવીને ખજૂર ખાવાથી તે ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. બ્રેન સેલ્સને નુકસાન થતું અટકાવે છે અન ેયાદ રાખવાની ક્ષમતાને તેજ કરે છે.
ફર્ટિલિટી વધારે
ખજૂર હોર્મોન્સને રેગ્યુલેટ કરતુ ંહોવાથી તેના સેવનથી ફર્ટિલીટી વધે છે.
નિંદ્રા સારી આવે
ખજૂરમાં ટિર્પોફન અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છેજેથી ડાયટમાં સામેલ કરવાથી નિંદ્રા  સારી આવે છે.
રક્તની કમી નથી થવા દેતું
ખજૂરમાં આર્યન અને વિટામિન બી ૧૨ સમાયેલુ ંહોય છે, જે શરીરમાં રક્તની કમીને પૂરી કરે છે.