દિગ્‍ગજ અભિનેતા દિગ્‍દર્શક મનોજકુમારનું ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ નિધન

લોગ વિચાર.કોમ

બોલિવૂડ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હિન્‍દી ફિલ્‍મના દિગ્‍ગજ અભિનેતા અને ફિલ્‍મ દિગ્‍દર્શક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. મનોજ કુમારે ૮૭ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. પીઢ અભિનેતાના નિધનથી ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ અને પશ્ચિમ, નસીબ,મેરી આવાજ સુનો, નીલ કમલ, ઉપકાર, પથ્‍થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સિંદૂર, રેશમી રૂમાલ જેવી ફિલ્‍મોમાં કામ કર્યું છે. તેમને નેશનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. મનોજ કુમારની માત્ર ફિલ્‍મો જ હિટ થઈ નથી, પરંતુ તેમના ગીતો પણ લોકોમાં લોક-યિ છે. ઉપકાર ફિલ્‍મનું ગીત ‘મેરે દેશ કી ધરતી' દરેક બાળકના મોઢા પર હોય છે.

મનોજ કુમારને ‘ભરત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્‍પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમાર ઘણા દિવસોથી બીમાર હતા અને તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા અને શુક્રવારે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. મનોજ કુમારના મળત્‍યુના સમાચાર આવ્‍યા બાદથી, સ્‍ટાર્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ૨૪ જુલાઈ ૧૯૩૭ ના રોજ જન્‍મેલા મનોજ કુમારનું સાચું નામ હરિકળષ્‍ણ ગિરી ગોસ્‍વામી છે. ફિલ્‍મોમાં આવ્‍યા પછી, તેમણે પોતાનું નામ બદલીને મનોજ કુમાર રાખ્‍યું. મનોજ કુમાર તેમની દેશભક્‍તિપૂર્ણ ફિલ્‍મો માટે જાણીતા હતા. આ કારણોસર તેમને બોલિવૂડના ‘ભારત કુમાર' કહેવામાં આવતા હતા.

મનોજ કુમાર અભિનયની સાથે તેમના ઉત્તમ દિગ્‍દર્શન માટે પણ જાણીતા છે. તેમણે ઘણી દેશભક્‍તિપૂર્ણ ફિલ્‍મોમાં અભિનય જ નહીં પરંતુ તેનું દિગ્‍દર્શન પણ કર્યું. ફિલ્‍મોની વાત કરીએ તો મનોજ તેની ‘શહીદ', ‘ઉપકાર', ‘પૂરબ ઔર પશ્ચિમ' અને ‘રોટી કપડા ઔર મકાન', ‘દસ નંબરી' અને ‘ક્રાંતિ' માટે જાણીતા.છે.

મનોજ કુમારે ભારતીય સિનેમામાં તેમના ઉત્‍કળષ્ટ યોગદાન બદલ ઘણા પુરસ્‍કારો જીત્‍યા છે. ભારત સરકારે તેમને ૧૯૯૨માં પદ્મશ્રી અને ૨૦૧૬માં દાદાસાહેબ ફાળકે પુરસ્‍કારથી સન્‍માનિત કર્યા હતા. આ ઉપરાંત, તેમને ૧૯૬૮માં ‘ઉપકાર' માટે શ્રેષ્ઠ ફિલ્‍મ, શ્રેષ્ઠ દિગ્‍દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ સહિત ૭ ફિલ્‍મફેર પુરસ્‍કારો પણ મળ્‍યા હતા. તેમને રાષ્‍ટ્રીય પુરસ્‍કારથી પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.

મનોજે પોતાના પાત્રોમાં સરળતા અને ઊંડાણ લાવ્‍યા, જે દર્શકોના હૃદયને સ્‍પર્શી ગયા. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં તેમની ફિલ્‍મોએ ભારતીય સિનેમાને એક નવી દિશા આપી. તેમના યોગદાન બદલ તેમને ૨૦૧૯ માં દાદાસાહેબ ફાળકે પુરસ્‍કારથી નવાજવામાં આવ્‍યા હતા. ક્રાંતિ ફિલ્‍મનું ગીત આજે પણ દરેક બાળકના હોઠ પર છે.

મનોજકુમારના લોકપ્રિય ગીતો

* ચાંદ સી મહબુબા...

* આજા તુજકો પુકારે...

* પથ્‍થર કે સનમ...

* બાબુલ કી દુઆએ લતીજા...

* મેરે દેશ કી ધરતી...

* ભારત કા રહનેવાલા હું...

* તૌબા યે મતવાલી ચાલ...

* કસમે વાદે પ્‍યાર વફા...

* દીવાનો સે મત પુછો...

* મૈ ના ભુલુંગા...

* જીંદગી કી ના તુટે લડી...

* મહંગાઈ માર ગઈ...

* અબ કે બરસ...

* એક પ્‍યાર કા નગમા...

* ચાંદ સી મહેબુબા....

* કોઈ જબ તુમ્‍હારા હ્રદય..

* મેરે દેશ કી ધરતી...

* તોબા યે મતવાલી ચાલ...

* ધીરે ધીરે બોલ કોઈ...

* પાની રે પાની તેરા રંગ કૈસા..

* યે પ્રિત જહાં કી રીત સદા..

* દિલ દિયા હૈ જાન ભી દેંગે...

* જહાં ડાલ ડાલ પર સોને કી ...

* કર ચલે હમ ફિદા...