આંખનો ફોટો જોઈને મશીન રોગ બતાવશે

લોગ વિચાર :

આંખોની બિમારીથી પીડિત દર્દીઓની વધતી સંખ્યા અને ડોકટરોની અછતનું સમાધાન હવે એઆઈ આધારિત સોફટવેર કરી દેશે. દિલ્હી એમ્સ અને કેન્દ્ર સરકાર મળીને આવું એઆઈ (આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ)આધારીત સોફટવેર તૈયાર કરી રહ્યા છે. તો ફોટો જોઈને આંખોની બિમારી બતાવી દેશે.

એપનો ઉપયોગ ગ્લુકોઝ અને કાળા મોતિયાનો પતો મેળવવામાં કરવામાં આવશે. સોફટવેરની ટ્રાયલ ચાલૂ છે અને 6 મહિનામાં તેને લોંચ કરી દેવામાં આવશે.

આથી નેત્રરોગ વિશેષજ્ઞોની જરૂરત નહિં રહે.આ કામ હોસ્પીટલોનો મેડીકલ સ્ટાફ પણ કરી શકશે. ડોકટરોના અનુસાર 1.2 કરોડ લોકો ગ્લુકોમાંથી પીડિત છે અને એમાંથી 80 ટકાને ખબર નહોતી કે તે આ બિમારીની ઝપટમાં છે તેમનું કહેવુ છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં નેત્રરોગ વિશેષજ્ઞોની અછત છે.

ફોટાથી થશે ઓળખ:
એમ્સના નેત્રરોગ વિભાગનાં ડોકટરોએ જણાવ્યું હતું કે આ સોફટવેરને તૈયાર કરતી વખતે ગ્લુકોમાં કાળો મોતિયો અને ડાયાબિટીક રેટેનોપથી (ડાયાબીટીસથી આંખોના) રેટીનામાં થતી બિમારીથી સંબંધીત લાખો ફોટો અપલોડ કરી પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે.

બિમારીના આ લક્ષણની વિગત પણ તેના આધારે જેવૂ કોઈ લક્ષણને આ સોફટવેર પકડશે તો તત્કાલ તેના સંબંધીત અગાઉથી નાખવામાં આવેલી જાણકારીઓ સાથે તેની મેળવણી કરશે અને એક નિષ્કર્ષ કાઢી બિમારી બતાવી દેશે.

વિનામુલ્યે કરાશે તપાસ:
એમ્સનાં ડોકટરોએ જણાવ્યું હતુ કે હાલ આવી તપાસ માટે ખાસ કેમેરાનો ઉપયોગ થાય છે તેનાં માટે નેત્ર રોગ વિશેષજ્ઞોની જરૂર પડે છે અને એક પ્રાઈવેટ કંપનીને તેનું પેમેન્ટ કરવુ પડે છે.

આ કારણે પૂરા દેશમાં આવી તપાસ નથી થતી સોફટવેર તૈયાર થઈ ગયા બાદ આ તપાસ નિ:શુલ્ક થઈ જશે અને દેશના અન્ય ભાગોમાં પ્રાથમિક-સામુહીક આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા શરૂ કરાશે. તેના માટે વધારાના ડોકટરો તૈનાત કરવાની જરૂર નહિં પડે.