'મહાકાલ ચલો' ગીત રિલીઝ : અક્ષય કુમાર મહાદેવની ભક્તિમાં ડૂબી ગયો

લોગ વિચાર :

અભિનેતા અક્ષય કુમાર મહાદેવના ભક્તો માટે ભક્તિ ગીત 'મહાકાલ ચલો' ના રૂપમાં એક અદ્ભુત ભેટ લઈને આવ્યા છે. મહાશિવરાત્રીના અવસર પર, અક્ષય કુમાર ગાયક-સંગીતકાર પલાશ સેન સાથે એક ભક્તિ ગીતમાં સહયોગ કરતા જોવા મળ્યા. નિર્માતાઓએ મંગળવારે 'મહાકાલ ચલો' ગીત રિલીઝ કર્યું.મહાકાલને સમર્પિત આ ગીત અક્ષય કુમારે પલાશ સેન અને વિક્રમ મોન્ટ્રોઝ સાથે મળીને ગાયું છે. આ ગીતનું સંગીત વિક્રમ મોન્ટ્રોઝે આપ્યું છે. જ્યારે ગીતના શબ્દો શેખર અસ્તિત્વ્વા દ્વારા લખવામાં આવ્યા છે.'મહાકાલ ચલો' ગીતનું દિગ્દર્શન ગણેશ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. મહાકાલને સમર્પિત આ ગીત મંગળવારે રિલીઝ થયું છે.