લોગવિચાર :
છતીસગઢના નકસલ અસરગ્રસ્ત નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે સાંજે એન્ટી નકસલ ઓપરેશન દરમ્યાન 40 જેટલા નકસલીઓ માર્યા ગયા હતા. આ મિશનને 400 જવાનોએ અંજામ આપ્યો હતો. આ ઓપરેશન દરમ્યાન 28 નકસલીઓના શબ મળી આવ્યા છે.
હજુ પણ નકસલીઓ સામેનુ ઓપરેશન ચાલુ છે ત્યારે છતીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે એક પોસ્ટ શેર કરીને લખ્યુ હતુ કે, નારાયણપુર-દંતેવાડા જિલ્લામાં સીમાવર્તી ક્ષેત્રમાં સુરક્ષા દળના જવાનોની નકસલીઓ સાથે ગઈકાલે અથડામણ થઈ હતી જેમાં 40 જેટલા નકસલીઓના મોત થયા છે.
જવાનોને મળેલી આ સફળતા સરાહનીય છે. તેમની હિંમત અને અદમ્ય સાહસને નમન કરૂ છું. નકસલવાદના ખાત્માને લઈને શરૂ થયેલી અમારી લડાઈ હવે તેના અંજામ સુધીને પહોંચીને રાહતનો શ્વાસ લેશે. તેના માટે અમારી ડબલ એન્જીન સરકાર દ્રઢ સંકલ્પિક છે. રાજયમાં નકસલવાદનો ખાત્મો જ અમારૂ લક્ષ્ય છે.
2026 સુધીમાં દેશ નકસલમુકત થઈ જશે: અમીત શાહ: ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે 24 ઓગષ્ટની એક બેઠકમાં કહ્યુ હતુ કે નકસલવાદ સામે અમારી લડાઈ અંતિમ ચરણમાં છે. અમે માર્ચ 2026 સુધીમાં દેશને પૂરેપૂરો નકસલ સમસ્યાથી મુકત કરી દઈશુ.
ઉલ્લેખનીય છે કે, અમીત શાહે છતીસગઢના તા.23 થી 25 ઓગષ્ટ દરમ્યાન નકસલ અસરગ્રસ્ત 7 રાજયોની આંતર રાજકીય સમન્વય સમિતિની બેઠક લીધી હતી. તેમાં નકસલ પ્રભાવિત ક્ષેત્રોમાં નકસલ વિરોધી અભિયાન અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી.
આ દરમ્યાન કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીએ જણાવ્યુ હતુ કે છતીસગઢમાં નકસલી મુખ્ય ધારામાં સામેલ થવા માટે સરેન્ડર કરે અથવા ફોર્સની કાર્યવાહી માટે તૈયાર રહે.
શાહે જણાવ્યુ હતુ કે નકસલવાદ સામે અમારી લડત અંતિમ ચરણમાં છે. અમે માર્ચ 2026 સુધીમાં દેશને પૂરી રીતે નકસલથી મુકત કરી દઈશું. શાહે નકસલીઓને હથિયાર છોડવાની પણ અપીલ કરી હતી અને કહ્યુ હતુ કે ભારત સરકાર આ ક્ષેત્રના વિકાસ, આપના વિકાસ અને આપના પરિવારના વિકાસ માટે કટીબધ્ધ છે.