લોગ વિચાર :
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ નજીક કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી અથડાતા પ્રાથમિક અહેવાલ મુજબ પાંચના મૃત્યુ થયા છે અને ૩૦ ઘાયલ છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે રાહત બચાવનું કાર્ય યુદ્ધ ધોરણે ચાલુ છે અને કલેક્ટર તથા પોલીસવાળાને સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે.
કંચન જંગા એક્સપ્રેસ ટ્રેનની ચાર કે તેથી વધુ બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે ટક્કર થતાં કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે ટક્કર થતાં કંચનજંગા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. આ દુર્ઘટનામાં સંખ્યાબંધ મુસાફરો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે.