મસ્કુલીન બોડી, ચહેરા પર પરશુરામ જેવું તેજ, મહાકુંભમાં જોવા મળ્યાં 7 ફૂટના મસ્ક્યુલર બાબા

લોગ વિચાર :

દેશનાં વિવિધ ભાગોમાંથી ભક્તો મહાકુંભમાં આવી રહ્યાં છે. સંગમમાં પોતાનાં બધાં પાપો અને દુ:ખોને ધોઈને મુક્ત થવાની ઈચ્છા લોકોને અહીં ખેંચી રહી છે.

આ મહાકુંભમાં માત્ર ભક્તો જ નહીં પરંતુ અનેક બાબાઓ પણ પડાવ નાખી રહ્યાં છે. કેટલાકે વર્ષોથી સ્નાન કર્યુ નથી તો કેટલાકે વર્ષોથી હાથ ઊંચા રાખીને તપસ્યા કરે છે. આ દરમિયાન, એક બાબાની તેજ તેને ભીડથી અલગ બનાવી રહી છે.

અમે વાત કરી રહ્યાં છીએ મહાકુંભમાં સાત ફૂટના મસ્ક્યુલર બાબાની હા, જે આ બાબાને જુએ છે તે તેને ફરીથી જોવાથી પોતાને રોકી શકતો નથી. આ બાબા પોતાનાં ચમકદાર ચહેરા અને ફિટ બોડીના કારણે ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યાં છીએ જુના અખાડાના સભ્ય આત્મા પ્રેમ ગિરીની બાબાની તેઓ પાયલટ બાબાના અનુયાયી રહ્યાં છે અને હાલમાં મહાકુંભમાં ફરતાં જોવા મળે છે.

રશિયાથી ભારતની યાત્રા
આત્મા પ્રેમ ગિરી વાસ્તવમાં રશિયાનાં રહેવાસી છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે પરંતુ સનાતન ધર્મે તેમને એટલાં બાંધી દીધાં કે છેલ્લાં ત્રીસ વર્ષથી તેઓ નેપાળમાં રહીને હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યાં છે.

આ વર્ષે તેઓ મહાકુંભ માટે પ્રયાગરાજ આવ્યાં છે, જ્યાં તેમનાં ચહેરાની ચમકથી લોકો આકર્ષાય છે. ઘણાં લોકો તેમને પરશુરામનો અવતાર કહી રહ્યાં છે. તેનાં ચહેરાની ચમક સિવાય તેની સ્ટીલી બોડીના કારણે પણ તેની ઘણી ચર્ચા થઈ રહી છે.

ભક્તિની સાથે જીમ પણ પસંદ છે
આત્મા પ્રેમ ગિરી માત્ર પૂજામાં જ મગ્ન નથી પણ જીમના પણ શોખીન છે. દરરોજ તે કેટલીક કલાકો કસરતમાં પણ વિતાવે છે. આ તેનાં શરીરનું મોટું રહસ્ય પણ છે. જ્યારે લોકો  મહાકુંભમાં ફરતી વખતે તેમને જુએ છે, ત્યારે તેઓ તેઓની મસ્ક્યુલર બોડી અને તેમનાં ચહેરા પરની ચમકથી આકર્ષાય છે. આ મસ્ક્યુલર બાબાની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.