દવાઓ પણ નકલી! 90 દવાના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ

લોગવિચાર :

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર હવે દેશમાં દર મહિને મોટા પ્રમાણમાં દવાઓનાં સેમ્પલની તપાસ કરવામાં આવે છે. જે દવાઓને શંકાસ્પદ માનવામાં આવે છે તેના અલગ અલગ બેચ કોઈને કોઈ ધારણા પર ફેલ થઈ રહ્યા છે. મોટી સમસ્યા નકલી દવાઓની છે. જે સીધી રીતે લોકોના જીવ માટે ખતરો છે.

ઓકટોબર મહિનામાં કેન્દ્રીય માનક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)ની તપાસમાં 56 દવાઓનાં સેમ્પલ નિશ્ચિત ધોરણો પર ખરા નથી ઉતર્યા, જયારે રાજય ટેસ્ટીંગ લેબ્સમાં તપાસમાં સેમ્પલમાંથી 34 દવાઓ અલગ અલગ પેરા મીટરમાં ફેઈલ થઈ જયારે બિહાર ડ્રગ કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા ઉઠાવવામાં આવેલ સેમ્પલોમાંથી 3 દવાઓમાં નકલી હતી. નકલી દવાઓમાં એસીડીટી, ઈન્ફેકકશન ઠીક કરનારી દવાઓ પણ સામેલ છે.

એકસપર્ટસ બોલ્યા: લોકો સાવધાન રહે
વિશેષજ્ઞોએ લોકોને સલાહ આપી છે કે, દવાઓને ખરીદતી વખતે સતર્કતા રાખવી જોઈએ અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં આવીને દવાની કવોલીટી સાથે સમાધાન ન કરવુ. કોલસ્ટ્રોલ ઘટાડનારી, વિટામીન, આર્યન સપ્લીમેન્ટ અને કેલ્સીયમની કમી દુર કરનારી દવાઓનાં અનેક બેચ ધોરણોમં ખરા નથી ઉતર્યા.

ડાયાબીટીસ અને બ્લડ પ્રેસરની સારવાર માટે દવા લેનારાઓએ પણ ખાસ સાવધાની રાખવી જોઈએ.ઓથોરીટીને પેટોટ્રાવેલ સેફિકસાઈમ, રોસુવાસ્ટેટીન સોલ્ટમાંથી બનેલી દવાઓનાં કેટલાંક બેચ નકલી મળી.

આ દવા બનાવનારી કંપનીઓએ જણાવ્યું હતું કે, અમે તે બેચની દવા નથી બનાવી એટલે કે નકલી દવા બનાવનારાઓએ કંપનીનાં નામનો ઉપયોગ કરી દવાઓ બનાવી છે.