લોગ વિચાર.કોમ
પાટનગર દિલ્હીમાં હવે સરકાર- સૈન્ય વડાઓ વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠકોનો દૌર શરુ થયો છે. ગઈકાલે ભારતીય સૈન્યના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંઘને મળ્યા હતા અને લગભગ 40 કલાક આ બેઠક ચાલી હતી.
હવે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ મળશે અને તેમાં પણ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. એક તરફ પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકીઓને શોધવાની કામગીરી હવે નિર્ણાયક તબકકામાં છે.
તે વચ્ચે પાકિસ્તાન સામે નિર્ણાયક કામગીરી પણ હવે અત્યંત મહત્વના તબકકે છે અને તેની સરકાર માટે પણ હવે નિર્ણય લેવા જરૂરી છે તે વચ્ચે આ બેઠકો પણ મહત્વની છે. ભારતે ડિપ્લોમેટીક સ્તરે લગભગ તમામ કામગીરી પુરી કરી છે તથા હવે સૈન્ય મોરચે શું એકશન લેવાય છે તેના પર નજર છે.