લોગ વિચાર :
માણસના શરીરમાં ખાસ કરીને મગજમાં માઈક્રો પ્લાસ્ટિકની માત્રા ઝડપથી વધી રહી છે. આ વધારો એક ગંભીર સ્વાસ્થ્ય ખતરા તરફ ઈશારો કરે છે. લીવર અને કીડનીની તુલનામાં વધુ માત્રામાં પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણ જમા થઈ રહ્યા છે. આ જાણકારી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ નેચર પેડિસીનમાં પ્રકાશિત અધ્યયનમાં બહાર આવી છે.
માઈક્રો પ્લાસ્ટિકને લઈને મસ્તિષ્કની મૂળ રચનામાં ફેરફાર થઈ રહ્યા છે. તો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મોતનું જોખમ 4.5 ગણુ વધી જાય છે. અધ્યયન અનુસાર 1997થી 2024 દરમ્યાન કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ દરમિયાન મસ્તિષ્કના ટીશ્યુમાં માઈક્રો અને નેનો પ્લાસ્ટિકની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું હતું.
આ પ્રકારે લીવર અને કીડનીના ટીસ્યુમાં પણ પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણ મળી આવ્યા હતા. કુલ પર મસ્તિષ્કના નમુનાનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં 2016ના 28 નમૂના અને 2024ના 24 નમૂના સામેલ હતા. બધા નમૂનામાં પ્લાસ્ટિકની હાજરી જોવા મળી હતી.
માણસના લોહી અફને માતાના દૂધમાં પણ માઈકો પ્લાસ્ટિક
સંશોદનમાં માણસનું લોહી, માનુ દૂધ, પ્લેસેન્ટા અને શરીરનો અન્ય અંગોમાં પણ માઈક્રો પ્લાસ્ટિકના પ્રમાણ મળ્યા છે.
ડિમેન્શિયાગ્રસ્ત લોકોના મસ્તિષ્કમાં 6 ગણો વધુ
સ્વસ્થ લોકોની તુલનામાં ડિમેન્શિયાગ્રસ્ત પીડીતોના મસ્તિષ્કમાં માઈક્રો પ્લાસ્ટિકની હાજરી વધુ જોવા મળી. આ સામાન્ય લોકોની તુલનામાં 5 ગણુ વધુ હતું.
પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખેલા ગરમ ભોજનથી કેન્સરનો ખતરો?
પોલીથીનની કોથળીમાં પેક કરેલી ગરમ ચામાં પ્લાસ્ટિકના કણો ભળે છે
પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગની સલાહ આપે સાંભળી હતી. પણ જયારે મનપસંદ રેસ્ટોરન્ટથી ખાવાનું મગાવો છો તો તે પ્લાસ્ટિકના કન્ટેનર પેકીંગમાં જ આવવાનું તો ત્યારે શું કરવાનું?
ત્યારે આ સલાહ નહીં માનો તો કેન્સરનો ખતરો વધી જશે. એક યુ ટયુબ વીડિયોમાં આ દાવો કરાયો છે. બેગ, કન્ટેનર, રિયુઝેબલ વોટર બોટલ, કેન વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
પોલીથિનાઈલ કલોરાઈડસ અને પોલીસ્ટાઈનિન એવું પ્લાસ્ટિક છે. ઘણીવાર ખૂબજ ગરમ ખોરાક તેમાં રાખવામાં આવે છે જેમ કે ચા પોલીથીનમાં અને ગરમ ખોરાક પ્લાસ્ટિક કન્ટેનરમાં રખાય છે. જેમાં પ્લાસ્ટિકના કેમિકલ ભળી જાય છે. જેના કારણે કેન્સર થાય છે.