મિથુન ચક્રવર્તી ભડકાઉ ભાષણ આપીને ફસાયા : FIR દાખલ

લોગવિચાર :

કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બેઠક દરમિયાન બોલિવૂડ ડિસ્‍કો ડાન્‍સર અને રાજનેતા મિથુન ચક્રવર્તીની ભડકાઉ ટિપ્‍પણી સામે બિધાનનગરના પોલીસ સ્‍ટેશનમાં જ્‍ત્‍ય્‍ દાખલ કરવામાં આવી છે.

કૌશિક શાહ નામના વ્‍યક્‍તિએ ભાજપના સભ્‍યપદ અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તીના ફિલ્‍મી ડાયલોગ સામે કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે તેમણે ફિલ્‍મી સ્‍ટાઈલમાં એક ડાયલોગ ટાંકીને કાયદો અને વ્‍યવસ્‍થાને અસર કરતી ટિપ્‍પણી કરી હતી.

વાસ્‍તવમાં જ્‍યારે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ પશ્‍ચિમ બંગાળના પ્રવાસે હતા. તે સમયે મિથુન ચક્રવર્તીને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી નવાજવામાં આવ્‍યા હતા અને ભાજપે તેમને સ્‍ટેજ પર સન્‍માનિત કર્યા હતા. મીટીંગમાં મિથુને પોતાના ફિલ્‍મી ડાયલોગ્‍સ ટાંકીને આવી વાતો કહી જે ભડકાઉ માનવામાં આવે છે

તેમણે ફિલ્‍મી સ્‍ટાઈલમાં કહ્યું- ‘‘તમે અમારી ડાળીમાંથી એક ફળ તોડશો તો અમે ચાર તોડી લઈશું.'' તેમના નિવેદનને ભડકાઉ માનવામાં આવી રહ્યું છે. જે બાદ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે, પરંતુ મિથુન ચક્રવર્તીને પૂછપરછ માટે નોટિસ મોકલવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. તે જ સમયે, આ મામલે મિથુન ચક્રવર્તી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્‍યું નથી. જોકે, તેમની ટિપ્‍પણીને લઈને રાજકીય વર્તુળોમાં વિવાદ ચાલુ છે.