સ્વામી વિવેકાનંદજીએ જ્યાં ધ્યાન ધર્યુ હતું ત્યાં મોદી પણ ધ્યાન ધરશે

લોગ વિચાર :

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી જશે અને વિવેકાનંદ રોક મેમોરીયલમાં  ધ્યાન પર બેસશે. 30 મેના સાંજે ચૂંટણી પ્રચાર પૂરો થશે અને 1 જુનના રોજ છેલ્લા તબકકાનું મતદાન થવાનું છે.

વડાપ્રધાન રોક મેમોરીયલના ધ્યાન મંડપમમાં તા.30ના સાંજથી 1 જુન સાંજ સુધી 24 કલાક મેડીટેશન કરશે. આ જગ્યાએ જ સ્વામી વિવેકાનંદે પણ ધ્યાન ધર્યુ હતું. ભાજપના પદાધિકારીઓ કહે છે કે પૂરા દેશમાં ફર્યા બાદ વિવેકાનંદજી અહીં પહોંચ્યા હતા.

તેઓએ 3 દિવસ ધ્યાન લગાવીને વિકસીત ભારતનું સપનુ જોયું હતું. કન્યાકુમારી  દક્ષિત ભારતનો છેડો છે. 2019ની ચૂંટણીના છેલ્લા તબકકા પહેલા વડાપ્રધાન કેદારનાથ અને 2014માં પ્રતાપગઢનો પ્રવાસ કર્યો હતો.

દરમ્યાન વડાપ્રધાને બંગાળના બારાસાતમાં રોડ-શો કર્યો હતો. તુષ્ટિકરણની રાજનીતિ, વોટ ફોર જેહાદ માટે ટીએમસીએ ઓબીસીના અધિકાર છીનવ્યાનો તેમને રોષ વ્યકત કર્યો હતો.