મોહમ્મદ રફીની તસવીર રૂા.૧૦૦ ના સિક્કા પર જોવા મળશે

લોગ વિચાર :

હિન્દી ફિલ્મોના મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી ચાલી રહી છે. તેમનું સન્માન કરવા ભારત સરકારે રૂા.૧૦૦ ના મૂલ્યનો સ્મારક સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે.

ભારત સરકારની જાહેરાત મુજબ, સિક્કાનો આકાર આકાર ગોળાકાર હશે અને તેનો વ્યાસ ૪૪ મિલીમીટર હશે. તેમાં ૨૦૦ દાંતા હશે. આ સિક્કો મિશ્રધાતુનો બનેલો હશે, જેમાં ચાંદી (૫૦ ટકા), તાંબુ (૪૦ ટકા), નિકલ (૦૫ ટકા) અને ઝીંક (૦૫ ટકા)નો સમાવેશ થશે.

સ્મારક સિક્કા લિગલ ટેન્ડર ગણાય છે, પરંતુ આ સિક્કા જનરલ સર્ક્યુલેશન માટે બહાર પાડવામાં આવતા નથી. તેને ચોક્કસ એજન્સીઓ પાસેથી જ મેળવી શકાય છે.

સિક્કાના આગળના ભાગમાં મધ્યમાં અશોક સ્તંભના સિંહની મુદ્રા હશે, નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે, ડાબી બાજુ દેવનાગરી લિપિમાં ભારત  ''શબ્દ અને જમણી બાજુ અંગ્રેજીમાં 'INDIA શબ્દ લખેલો હશે. સિંહના પ્રતીક નીચે '?' અને મૂલ્ય '૧૦૦' લખેલું હશે.

સિક્કાના પાછળના ભાગ પર મધ્યમાં મોહમ્મદ રફીનું ચિત્ર હશે. ઉપરના પરિઘ પર દેવનાગરી લિપિમાં ” BIRTH CENTENARY OF MOHAMMED RAFI”લખેલું હશે અને સિક્કાના નીચેના પરિઘ પર અંગ્રેજીમાં “BIRTH CENTENARY OF MOHAMMED  RAFI” લખેલું હશે. મોહમ્મદ રફીની છબી નીચે આંતરરાષ્ટ્રીય અંકમાં વર્ષ ૧૯૨૪-૨૦૨૪ લખેલું હશે.

રફીનો જન્મ ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘમાં થયો હતો. તેઓ મહાન ભારતીય બેકગ્રાઉન્ડ સિંગર હતાં, તેમણે લગભગ ૪૦ વર્ષની કારકિર્દીમાં ૨૫,૦૦૦ થી વધુ ફિલ્મી ગીતો રેકોર્ડ કર્યા હતાં તેઓ તેમની રેંજ અને ગાયનની શૈલી માટે જાણીતા હતા. રફીએ હિન્દી સિવાય અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગયા છે. ૩૧ જુલાઈ ૧૯૮૦ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.