મચ્છર જ હશે મેલેરિયાથી બચવાનો એકમાત્ર રસ્તો!

લોગવિચાર :

મેલેરિયાનું કારણ મચ્છર છે પણ આ જ મેલેરિયાની દવા મચ્છર જ બની જાય તો? જીહા, આ હકીકત બન્યું છે. વૈજ્ઞાનિકોએ મેલેરિયાને રોકવા માટે હવે મચ્છરોનો જ સહારો લીધો. મચ્છરોથી રસી બનાવવામાં સફળતા મળી છે. આ રસી હાલના ઈલાજોની તુલનામાં બીમારી સામે બહેતર સુરક્ષા આપે છે.

ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત અધ્યયનમાં આ જાણકારી બહાર આવી છે. નેધરલેન્ડના લીડન યુનિવર્સિટી મેડીકલ સેન્ટર અને રેડ બાઉડ યુનિવર્સિટી મેડીકલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ રસીનું સફળ પરિક્ષણ કર્યું છે.

રસીને જીએ-2 નામ આપવામાં આવ્યું છે. તે આનુવંશિક રૂપથી બદલવામાં આવેલ પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ પરજીવી પર આધારિત છે. આ એ પરજીવી છે. જે મચ્છરોના કરડવાથી માનવ રકતમાં પહોંચી જાય છે અને મેલેરિયાનું કારણ બને છે.

આ પરીસ્થિતિમાં વૈજ્ઞાનિકોએ મચ્છરોમાં મળી આવતા પરજીવીમાં આનુવંશિક ફેરફાર કરીને રસી બનાવી. રસી મચ્છરના કરડવા પર પરજીવીને લોહીમાં જતા રોકે છે અને લીવર સુધી પહોંચવા નથી દેતા. જીએ-1 રસીની તુલનામાં આ વધુ સફળ રહ્યું.

સંશોધનમાં 25 વયસ્કોને સામેલ કરાયા હતા જેમાં તેમને નવી રસીથી બીમારી પર સુરક્ષા મળી હતી.