નવજોત સિધ્ધુની પત્નીએ માત્ર 40થી 50 દિવસમાં કેન્સરને આપી મ્હાત, લાઈફ સ્ટાઈલમાં કર્યો હતો આ ફેરફાર

લોગવિચાર :

નવજોતસિંહ સિદ્ધુના છેલ્લા બે વર્ષ સતત મુશ્કેલીભર્યા રહ્યા છે. તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ કેન્સરથી પીડિત હતી. તેમને સ્ટેજ ફોરના કેન્સરનું નિદાન થયું હતું. પણ એક સમય એવો હતો કે તેમણે જીવવાની જ આશા જ છોડી દીધી હતી. પરંતુ આયુર્વેદિક ડાયટને અનુસરીને તેમણે માત્ર 40 થી 50 દિવસમાં કેન્સરને હરાવી નવું જીવન મેળવ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હવે તેમની પત્ની કેન્સરમુક્ત છે. સાથે જ તેમણે તેમની પત્નીએ કેવી રીતે કેન્સરને માત આપી, કેવી રીતે આયુર્વેદ અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેન્સરથી મુક્તિ મેળવી તે પણ જણાવ્યું હતું,

નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે લોટ, ખાંડ અને કાર્બોહાઈડ્રેટ કેન્સરના કોષોને પ્રોત્સાહન આપે છે. તેમની પત્નીએ 40 દિવસ સુધી લોટ, ગળી ચીજો અને કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. રિફાઈન્ડ તેલ, પ્રોસેસ્ડ ફૂડ, મીઠાઈઓ, ઠંડા પીણાં અને દૂધથી દૂર રહેવું જરૂરી છે કારણ કે આ વસ્તુઓ કેન્સરનું જોખમ વધારે છે.

નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યું કે તેમની પત્ની સવારે ઉઠીને સૌથી પહેલા લીંબુનો રસ નાખીને ગરમ પાણી પીતી હતી. અખરોટ કેન્સર જેવી ગંભીર બીમારીને દૂર કરવામાં પણ મદદ કરે છે.

તેથી તે ડ્રાય ફ્રુટ્સનું સેવન કરતી હતી. તે આદુ, હળદર, તુલસીના પાન સાથે ભારતીય મસાલા કાળા મરી, લવિંગ વગેરેમાંથી બનેલી હર્બલ ચા પીતી હતી. લીમડાના 15-16 પાન ચાવીને ખાતી હતી. દૂધ સાથે ચા બિલકુલ નથી પીધી.

સિધ્ધુએ કહ્યું હતું કે ભોજનમાં માત્ર ઓલિવ ઓઈલનો જ ઉપયોગ કરવો. જો તે પોસાય તેમ ન હોય નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ. સૂયાmdl પછી ક્યારેય ન જમવું જોઈએ. ખાટી અને કડવી વસ્તુઓ કેન્સરના કોષોને નષ્ટ કરવા માટે વરદાન છે, તેથી આવા ખોરાકનું સેવન કેન્સરને હરાવવા માટે એક ઉત્તમ પગલું છે.