OTT સામગ્રી વિશે જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા : ગાળો - અશ્લીલ દ્રશ્યો સેન્સર કરવામાં આવશે

લોગવિચાર :

ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવતી ફિલ્મો અને સીરીઝોને લઇને માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા નવી ગાઇડ લાઇન જાહેર થશે. ઓટીટી પર હાલ કોઇ પાબંદી વિના અશ્લિલ દ્રશ્ય, ગાલી-ગલોજ દર્શાવવામાં આવે છે. તેને લઇને જ આ નવી ગાઇડલાઇન જાહેર થઇ શકે છે.

માહિતી પ્રસારણ મંત્રાલય સાથે જોડાયેલી કંપનીઓ, વ્યકિતઓ અને અન્ય ભાગીદારો સાથે વિચાર વિમર્શ કરીને ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. આ ગાઇડલાઇનને એવી બનાવવામાં આવી રહી છે કે જેમાં કોઇ ઉલ્લંઘન વિના ફિલ્મોથી વાર્તામાં અભિવ્યકત કરવામાં આવે.

આ ગાઇડ લાઇન કન્ટેન્ટ પર કોઇ વિઘ્ન ન નાખે ખબર છે કે ગાઇડ લાઇનમાં ગાલી ગલોજ દરમિયાન બીપ અવાજ અને અશ્લિલ દ્રશ્યોને ધુંધળા કરવાનો નિર્દેશ આપી શકાય છે.