પજવણી પ્રમોશનલ કૉલ-સંદેશાઓને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા

લોગ વિચાર :

પ્રમોશનલ કોલ અને ટેકસ્ટ મેસેજીસ (Text messages) જેવા અનિચ્છનીય અને બિનજરૂરી બિઝનેસ કમ્યુનિકેશન પર અંકુશ મુકવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલયે ગુરુવારે ડ્રાફટ ગાઈડલાઈન જારી કરી હતી.

સરકારે સૂચિત નિયમોના આ મુસદ્દા અંગે 21 જુલાઈ સુધી જાહેર અભિપ્રાય પણ માંગ્યા છે. ડ્રાફટ માર્ગદર્શિકાનો હેતુ ગ્રાહકોને પરેશાન કરતાં અનધિકૃત માર્કેટીંગથી બચાવવાનો છે.

ટેલિકોમ કંપનીઓ અને નિયમનકારો સહિત હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. આ માર્ગદર્શિકામાં પ્રોડકટસ અને સર્વિસીસ સંબંધીત પ્રમોશનલ અને સર્વિસ મેસેજને બિઝનેસ કમ્યુનીકેશન ગણવામાં આવ્યાં છે. જો કે તેમાં અંગત સંદેશાવ્યવહારને બાકાત રખાયો છે.

આ માર્ગદર્શિકા એવા તમામ વ્યક્તિઓ અને કંપનીઓને લાગુ પડશે કે જેઓ બિઝનેસ કે સર્વિસ કમ્યુનીકેશન કરે છે અથવા તેનો લાભ લે છે. ડ્રાફટ માર્ગદર્શિકા એવા તમામ બિઝનેસ કમ્યુનીકેશનને અવાંછિત અને અનિચ્છનીય તરીકે વર્ગીકૃત કરે છે જેમાં તે પ્રાપ્તકર્તાની સંમતિ લેવાઈ નથી અથવા રજીસ્ટર્ડ પ્રેફરન્સનું પાલન કરતી નથી.

આ માર્ગદર્શિકામાં કસ્ટમર પ્રેફરન્સીસ આધારિત કમર્શિયલ મેસેજ અંગેની ટેલિકોમ રેગ્યુલેટર ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના નિયમોનું પાલન કરતાં નથી તેવા તમામ ફોન કોલ, મેસેજ કે કમ્યુનીકેશન પર પ્રતિબંધની જોગવાઈ છે. ટ્રાઈના રજીસ્ટર્ડ ટેલમાર્કેટર્સ માટેના નિયમો અસરકારક પુરવાર થયા છે, પરંતુ ખાનગી 10 આંકડાના નંબરનો ઉપયોગ કરીને હજુ પણ અનરજીસ્ટર્ડ માર્કેટર્સ આવા કોલ કે મેસેજ કરી રહ્યાં છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, ડુ નોટ ડિસ્ટર્બ રજીસ્ટ્રી રજીસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ માટે અત્યંત અસરકારક રહી છે, પરંતુ અનરજીસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ અને 10 અંકના ખાનગી નંબરનો ઉપયોગ કરનારાઓ તરફથી બિનજરૂરી સંદેશાવ્યવહાર અવિરત પણ ચાલું છે.