લોગવિચાર :
કેરળમાં હાલમાં જ નિપાહ વાયરસથી 24 વર્ષિય યુવકનું મોત થતા સરકાર એકશનમાં આવી ગઈ છે. કેરલ સરકાર એકશનમાં આવી ગઈ છે. કેરલ સરકારે મલપ્પુરમમાં અનેક કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવ્યા છે અને તેમાં પ્રતિબંધ લગાવી દીધા છે. મલપ્પુરમ જીલ્લાની બે પંચાયતોનાં પાંચ વોર્ડને કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને એકત્ર ન થવાની સલાહ આપવામાં આવી છે.
નિપાહ વાયરસનાં ઝડપથી ફેલાવાને કારણે જીલ્લા અધિકારીઓએ કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધીમાં બંધ કરવાનું કહ્યું છે. કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધીમાં બંધ કરવાનું કહ્યું છે.
કન્ટેન્મેન્ટ ઝોનમાં સીનેમા હોલ, સ્કુલ, કોલેજ, મદરદા, આંગણવાડી, અને ટયુશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. લગ્નોમાં ભાગ લેનારાઓની સંખ્યા પણ ઓછી કરી દેવાઈ છે.
દરમ્યાન જીલ્લામાં આંશીક પ્રતિબંધ લગાવાયા છે.અધિકારીઓએ લોકોને જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું કહ્યું છે. રાજયનાં સ્વાસ્થ્ય મંત્રી વીના જયોર્જે જણાવ્યું હતું કે નિપાહ વાયરસથી મૃતકનાં સંપર્કમાં આવેલા 175 જેટલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં 74 સ્વાસ્થ્ય કર્મીઓ પણ છે.
ઉલ્લેખનીય છે કે, કોઝીકોડ જીલ્લામાં વર્ષ 2018, 2021 અને 2023 માં અને અર્નાકુલમ જીલ્લામાં 2019 માં નિપાહ વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો. જયારે હાલમાં કોઝીકોડ, વાયનાડ, ઈડૂકકી, મલપ્પુરમ અને અર્નાકુલમ જીલ્લામાં ચામાચીડીયામાં નિપાહ વાયરસ એન્ટી બોડીની હાજરી જોવા મળી છે.