લોગ વિચાર :
ભારત ક્રિકેટ ટીમ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સશીપ ટ્રોફી માટે પાકિસ્તાનના પ્રવાસે જવાની છે પરંતુ તે માટે કોઈ સરકારી મંજૂરી ન હોવાથી આ પ્રવાસ થશે કે નહિ તે ચર્ચાનો વિષય બની ગયો છે.
આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્ગારા કોલંબોમાં જુલાઈ 19-22 સુધીની બેઠકો યોજાશે. જેમાં બીસીસીઆઈ અને પીસીબી બંને વચ્ચે મિટિંગ થશે જે માટે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ ગુરુવારે કોલંબો જઈ રહ્યા છે , જે 22 જુલાઈ પછી પરત ફરશે .
આ વિવાદાસ્પદ મામલો ભારત અને પાકિસ્તાન બંનેના બોર્ડ દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે જેનું પ્રતિનિધિત્વ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે. પીસીબીના સૂચિત કાર્યક્રમ મુજબ, ભારતે તેની ત્રણેય લીગ મેચો લાહોરમાં રમવાની છે જેમાં ફેબ્રુઆરી 20 ભારત અને બાંગ્લાદેશ, 23 ફેબ્રુઆરી ભારત અને ન્યૂઝીલેન્ડ, 1 માર્ચ ભારત અને પાકિસ્તાન . સેમિફાઇનલ કરાચીમાં 5 માર્ચ અને રાવલપિંડીમાં 6 માર્ચે જ્યારે ફાઇનલ 9 માર્ચે લાહોરમાં યોજાશે .
જો ભારત ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરે છે, તો આઇસીસીને ટુર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલની શક્યતા પર વિચાર કરવાની જરૂર પડી શકે છે, જેમાં ભારત તેમની મેચ યુએઈમાં અથવા શ્રીલંકામાં રમી શકે છે જો કે, પીસીબી પણ આ કેસમાં ખૂબ ધ્યાન આપે તેવી શક્યતા છે.
બીસીસીઆઈ સેક્રેટરી શુક્રવારે દામ્બુલામાં ભારત અને પાકિસ્તાન વિમેન્સ એશિયા કપ મેચમાં પણ હાજરી આપી શકે છે. ભારતનો આગામી ટી ટ્વેન્ટીનો કેપ્ટન કોણ બનશે તે અંગે સસ્પેન્સ હજુ ચાલુ છે. હાર્દિક પંડ્યા અથવા સૂર્યકુમાર યાદવ કેપ્ટન બની શકે છે. ભારતીય ટીમ ટી ટ્વેન્ટીનો કેપ્ટન ગુરુવારે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે.
મંગળવારે એક ઓનલાઈન મીટિંગમાં, નવા કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારોએ ભારતીય ક્રિકેટ વિશે કેટલીક બાબતો પર ચર્ચા કરી હતી, જેમાં વિશ્વના બીજા ક્રમાંકિત ટી ટ્વેન્ટી બેટ્સમેન, નિયમિત ટી ટ્વેન્ટી કેપ્ટનશીપ સૂર્ય કુમારને આપવાની પણ ચર્ચા થઈ હતી. જો કે આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.
મેક્સિકોએ આઇસીસી ડેવલપમેન્ટ એવોર્ડ જીત્યો આ દરમિયાન , ફૂટબોલ માટે રમતગમતની દુનિયામાં વધુ જાણીતું મેક્સિકો હવે ક્રિકેટમાં પણ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે .
આઇસીસી ડેવલપમેન્ટ એવોર્ડ્સ 2023 ના વૈશ્વિક વિજેતાઓ તરીકે ઉભરતા નવા રાષ્ટ્રોમાં, ગ્રાઉન્ડ - બ્રેકિંગ પહેલ - અને ઉત્કૃષ્ટ પ્રદર્શન " ની શ્રેણી માટે સન્માનિત રાષ્ટો ઓમાન , નેધરલેન્ડ , યુએઈ , નેપાળ , સ્કોટલેન્ડ અને અન્ય ઉભરતા દેશો છે જેમણે આ સન્માન મેળવ્યા છે . 2002 માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારો ક્રિકેટના વિકાસ માટે છે.
મેક્સિકો ક્રિકેટ એસોસિએશનને પાયોનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે આઇસીસી ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ઑફ ધ યર પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં ભારતમાં સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ મોકલવામાં આવી હતી. મેક્સિકો તેમના અનોખા ક્રિકેટ ઇન પ્રિઝન પ્રોગ્રામ માટે જાણીતું છે જેમાં જેલના કેદીઓ ક્રિકેટ ટુર્નામેન્ટ રમે છે.