લોગવિચાર :
‘રોમેન્ટીકસ’ નામની સિરિઝમાં યશ ચોપડાની અને ‘એન્ગ્રી યંગ મેન’ નામની સિરીઝમાં સલીમ ખાન- જાવેદ અખ્તરની જીવનગાથા જોયા પછી હવે અવસર મળવાનો છે રોશન પરિવારને નજીકથી જાણવાનો.
નેટફિલકસ પર આવનારી આ સીરીઝમાં રોશન પરિવારની ત્રણ પેઢી વિશે વાત કરવામાં આવશે. સંગીતકાર રોશન, તેમના પુત્રો ફિલ્મસર્જક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશન તથા રાકેશ રોશનના એકટર પુત્ર હૃતિક રોશનની અંતરંગ વાતો જાણવા મળશે.