હવે લંડનમાં અનંતના લગ્નની ઉજવણી

લોગ વિચાર :

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થઈ ગયા છે. આ લગ્નની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. બંને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ 14 જુલાઈ સુધી વેડિંગ રિસેપ્શનની ઉજવણી કરાઈ હતી. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, અત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ સેલિબ્રેશન સમાપ્ત થશે નહીં. મુંબઈ બાદ લંડનમાં પણ તેમના લગ્નનું સેલિબ્રેશન થશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં થઈ હતી. જે બાદ આ વર્ષે માર્ચમાં ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શન, ત્યારબાદ યૂરોપમાં ચાર દિવસીય ક્રૂઝ પાર્ટી અને હાલ 5 જુલાઈથી મુંબઈમાં કપલના લગ્નની વિધિ ચાલી રહી હતી. ત્યારબાગ અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.

અનંત-રાધિકા ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન બાદ અંબાણી પરિવાર તેમના મિત્રો અને સંબંધીઓ સાથે લંડનમાં વેડિંગ સેલિબ્રેટ કરશે. આ લોંગ વેડિંગ સેલિબ્રેશન હશે. કહેવામાં આવી રહ્યું છે કે, અંબાણી પરિવાર એક અઠવાડિયાની અંદર લંડન જવા માટે રવાના થઈ શકે છે. જો કે, અત્યાર સુધીમાં તેને લઈને કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી.