આ સુવિધા શરૂ થવાથી 60 કરોડથી વધુ કાર્ડધારકો દેશમાં ગમે ત્યાંથી તેમનો મેડિકલ રિપોર્ટ જોઈ શકશે.

લોગવિચાર :

આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડનો ઉપયોગ કરનારાઓને ઝડપથી નવી સુવિધા મળનાર છે. જે અંતર્ગત ઉપયોગકર્તા આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડને ગુગલ વોલેટથી લિંક કરી શકશે. આથી ઉપયોગકર્તાઓને ઘણી સુવિધા મળશે. ગુગલ બ્લોગ પોસ્ટના અનુસાર તેના માટે હજુ 6 મહિના રાહ જોવી પડશે.

આના માટે ગુગલે ઈકા કેર સાથે ભાગીદારી કરી છે. આ એજન્સી ભારતમાં ડિઝિટલ હેલ્થ આઈડી જાહેર કરી છે. ગુગલના બ્લોગ રીપોર્ટનુ માનીએ તો યુઝર્સને આ સુવિધા વર્ષ 2025ની શરૂઆતમાં મળવા લાગશે.

આ સુવિધાના શરૂ થવાથી દેશના 60 કરોડથી વધુ કાર્ડધારક પોતાના મેડીકલ રેકોર્ડને દેશમાં કયાંયથી પણ જોઈ શકશે. આ સુવિધા શરૂ થયા બાદ લોકો પોતાના મેડીકલ રીપોર્ટને કયાંયથી પણ જોઈ શકશે.

વેરીફાઈ કરવું પડશે
ગુગલ વોલેટથી આયુષ્યમાન કાર્ડને લિંક કરવા માટે યુઝર્સે પોતાના બાયોમેટ્રિકથી તેને વેરીફાઈ કરવુ પડશે. આ સિવાય તે ઈચ્છે તો પિન કે પાસવર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.

આયુષ્યમાન જનરેટ કરવા માટે ઉપયોગ કરનાર પાસે આધાર કાર્ડ કે પછી ડ્રાઈવીંગ લાયસન્સમાંથી કોઈ એક દસ્તાવેજ હોવો જોઈએ. આયુષ્યમાન ભારતની વેબસાઈટ કે એપેક્ષ યુઝર્સ આયુષ્યમાન કાર્ડ જનરેટ કરી શકશે. તેના માટે જન્મતારીખ સહિત જાણકારીઓ નોંધાવવી પડશે.