Deepika કરી પરીક્ષા પે ચર્ચા : બાળકોને તણાવનો સામનો કેવી રીતે કરવો તેની ટિપ્સ આપી

લોગ વિચાર :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે બોલીવુડની અભિનેત્રી દિપીકા પાદુકોણે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને વિદ્યાર્થીઓને ડિપ્રેશન નહીં છુપાવવા સલાહ આપી હતી. તેણે પોતાનો અનુભવ દર્શાવતા કહ્યું કે, આપણે ડિપ્રેશનમાં સડીએ છીએ તેની જાણ કરતા નથી હું પણ એક વખત તે સ્થિતિમાં સપડાઇ હતી.

લાંબા સમય સુધી કોઇને વાત ન કરી અને એક તબકકે આત્મહત્યાનો વિચાર આવ્યો હતો પણ બાદમાં મેં મારા તનાવનો સામનો કરવાનો નિર્ણય લીધો. આપણે ધારીએ તો ડિપ્રેશનને હેન્ડલ કરી શકીએ છીએ.

આપણે જે વસ્તુ જોઇ શકતા નથી તે વસ્તુમાં ફસાઇ જાય તો અંતે તે આપણને હેરાન કરે છે. દિપીકાએ બાળકો સાથે ગેમ પણ રમી હતી અને વિદ્યાર્થીઓને તનાવનો સામનો કેમ કરવો ખાસ કરીને પરીક્ષા સમયે કેમ સ્વસ્થ રહેવું તે ટીપ્સ આપી હતી.

દિપીકાએ બાળકો સાથે હળવાશભરી વાતચીત કરતા કહ્યું કે, ગણિતમાં ઘણી નબળી હતી અને હજુ પણ નબળી છું તેને મારી કારકીર્દીમાં વિઘ્ન બનવા દીધા નથી.