હવે ભારત પણ ઈઝરાયેલની સ્ટાઈલમાં કરી શકશે હવાઈ હુમલા : સૈન્યમાં આત્મઘાતી ડ્રોન સામેલ થશે

લોગવિચાર :

હવે ભારત પણ ઈઝરાયેલી સ્ટાઈલમાં એર સ્ટ્રાઈક કરી શકશે. રક્ષા નિષ્ણાંતો માને છે કે સુસાઈડ ડ્રોન નાગાસ્ત્ર-1, આવવાથી ભવિષ્યમાં સર્જીકલ સ્ટ્રાઈક માટે ફાઈટર જેટની જરૂર નહિં પડે. આ ડ્રોન પોતાની રીતે એટલુ સક્ષમ છે કે દુશ્મનના ઘરમાં ચૂપચાપ ઘુસીને હુમલો કરી શકે છે.

ભારતીય સેના પોતાની તાકાતને સતત નવી ધાર આપતી રહી છે. આ કડીમાં ઈમરજન્સી પ્રોકયોરમેન્ટ અંતર્ગત જે સુસાઈડ ડ્રોનની ખરીદી થઈ હતી. હવે તેને અધિકૃત રીતે સેનામાં સામેલ કરવાની તૈયારી છે.

તે નાગાસ્ત્ર-1 થી ઓળખવામાં આવે છે.જે દુશ્મનનાં બંકર, ચોકી અને હથીયારનાં ડેપોને એક ઝટકામાં ખતમ કરી શકે છે. નાગાસ્ત્ર-1 ને ઈકોનોમીકસ એકસપ્લોઝીવ કંપની તરફથી તૈયાર કરાયું છે. જે નાગપુરમાં આવેલી છે.

સેના તરફથી નાગાસ્ત્ર-1 નું પરિક્ષણ થઈ ચુકયુ છે. ચીનને લગતી સીમા પાસે લદાખની નુબ્રા ખીણમાં તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષા નિષ્ણાંતો માને છે કે સુસાઈડ ડ્રોન આવી જવાથી ભવિષ્યમાં સર્જીકલ સ્ટ્રાઈક માટે ફાઈટર જેટની જરૂર નહિં પડે. હાલ આ ડ્રોનનાં બે પ્રકારનાં વેરીએન્ટ મોજુદ છે. બન્ને 60 થી 90 મીનીટ સુધી ઉડાન ભરી શકે છે. આ ડ્રોનનું વજન 6 કિલો છે.

નાગાસ્ત્ર-1 ની ઓપરેશનલ રેન્જ 15 કિલોમીટર સુધી છે તે 4500 મીટર ઉપર ઉડાન ભરીને હુમલો કરી શકે છે. તેનાથી દુશ્મનની ટેન્ક, બંકર, બખ્તરબંધ વાહનો, હથીયાર ડેપો, સૈન્ય ટુકડીઓને સરળતાથી નિશાન બનાવી શકાય છે. તેનો ઉપયોગ કરવો સરળ છે અને કોઈ લાંબી તાલીમની પણ જરૂર નથી પડતી.