લોગ વિચાર.કોમ
અમેરિકામાં અભ્યાસ માટે જતા અને નોકરી-વ્યવસાય સહિતના હેતુથી વસતા ભારતીયો માટે વધુ એક ખરાબ સમાચાર છે. ટ્રમ્પ સતત ભારતીયો સહિત વિદેશીઓને ટાર્ગેટ કરતા રહે છે.
જેમાં હવે લેટેસ્ટ નિયમમાં લાખો ભારતીયોને અસર થશે પછી તે એચ-વન-બી વિસા ધારક હોય કે ગ્રીન કાર્ડ ધારક પણ તેમાં હવે તેમની અમેરિકાની કમાણીના નાણા પોતાના દેશ (ભારતીયો સહિત)માં તે કમાણીના નાણા મોકલે તો તેના પર 5% ટેક્ષ લાગશે. વિશ્વભરમાં વસતા ભારતીયો આ પ્રમાણે સ્વદેશમાં નાણા મોકલવામાં નંબર-વન છે.
પણ હવે ફકત અમેરિકાના આ નવા નિર્ણયથી ભારતીયોને વર્ષે રૂા.1.6 બિલિયન ડોલરની નુકશાની સાથે આ પ્રકારનો વેરો ફકત જે અમેરિકી નાગરિકતા ધરાવતા નથી તે તમામ વિદેશીઓને લાગુ થશે અને તે 5% રેમીટન્સ ટેક્ષ વસુલાશે. અમેરિકામાં 32 લાખ પીઆઈઓ કાર્ડધારક સહિત 45 લાખ ભારતીયો વસે છે.
રીઝર્વ બેન્ક દ્વારા માર્ચ માસમાંજ પ્રસિદ્ધ કરાયેલા રેમીટન્સ સર્વે મુજબ 2023/24માં ભારતમાં વિદેશમાં વસતા ભારતીયોએ 118.7 બિલિયન ડોલર મોકલ્યા હતા.
જેમાં 28% રકમ એટલે કે રૂા.32 બિલિયન ડોલર અમેરિકાથી આવ્યા હતા. હાલમાંજ ટ્રમ્પ શાસને તેનો આ ટેમીટન્સ ટેક્ષ પ્લાન અમેરિકી સંસદ સમક્ષ મુકયો છે અને આ ખરડો સહેલાઈથી પસાર થઈ જશે તેથી તે જૂન-જુલાઈમાં કાનૂન બની જશે.